________________
૪૯s
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
નરકમાંથી નીકળીને મનુષ્યમાં ઉત્પન્ન થનારા જીવોમાંથી કેટલાક હળુકર્મી જીવો ધર્મશ્રવણ, સમ્યગુબોધ, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, મતિ-શ્રુતજ્ઞાન, શ્રાવકવ્રતનો સ્વીકાર, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને અંતે સિદ્ધ પણ થાય છે. કેટલાક જીવો તથા પ્રકારના કર્મોના ઉદયે ધર્મશ્રવણ આદિ પ્રાપ્ત કરી શકતા નથી.
ધર્મશ્રવણ આદિ પ્રત્યેક બોલની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે. જે જીવોને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય, તે તે જીવોને તે તે બોલની પ્રાપ્તિ થાય છે. અન્ય જીવોને તે તે બોલની પ્રાપ્તિ થતી નથી, તેથી સૂત્રકારે પ્રત્યેક પ્રશ્નના ઉત્તર વૈકલ્પિક આપ્યા છે. ૩વતિ :- ઉદ્વર્તન. અહીં આ શબ્દનો પ્રયોગ સમસ્ત ગતિઓમાં થનારા 'મૃત્યુ' માટે કરવામાં આવ્યો છે. અન્યત્ર નરક, ભવનવાસી, વાણવ્યંતરના મૃત્યુ માટે ઉદ્વર્તનતિર્યચ, મનુષ્યના મૃત્યુ માટે કાળધર્મ અને વૈમાનિકો, જ્યોતિષ્ક દેવોના મૃત્યુ માટે ચ્યવન શબ્દપ્રયોગ થાય છે. જેવાં રોહિંસુના - તેના વિવિધ અર્થ થાય છે– (૧) કેવળીપ્રરૂપિત વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી (૨) જિનપ્રરૂપિત તત્ત્વોનું જ્ઞાન, સમજણ, બોધ થવો. (૩) કેવળી ભગવાન દ્વારા સાક્ષાત્ બોધને પ્રાપ્ત થવું. (૪) કેવળી ભગવાન દ્વારા ઉપદિષ્ટ જિનવાણી દ્વારા બોધને પ્રાપ્ત થવું. પીત્ત વા વર્ષ વશીલ આદિ- શીલ-બ્રહ્મચર્ય વ્રત-વિવિધ દ્રવ્યાદિ વિષયક નિયમ; ગુણઉત્તર ગુણ; વિરમણ- અતીત સ્થૂળ પ્રાણાતિપાત આદિથી વિરતિ, પ્રત્યાખ્યાન- અનાગતકાલીન સ્થૂળ પ્રાણાતિપાત આદિનો ત્યાગ, પૌષધોપવાસ- પૌષધ- એટલે આત્મગુણોનું પોષણ કરનાર અનુષ્ઠાન. તેની આરાધના કરવી. સિન્ડ્રોજ્ઞા લુન્ના મુન્વેન્ના – પિન્ના- સર્વકાર્ય સિદ્ધ કરી લે છે, કૃતકૃત્ય થઈ જાય છે. સુન્નાસમસ્ત લોકાલોકના સ્વરૂપને જાણે-દેખે છે, અન્વેષા- ભવોપગ્રાહી ચાર અઘાતિ કર્મોથી મુક્ત થઈ જાય છે. ભવનપતિ દેવોની ગતિ અને ધર્મશ્રવણાદિની પ્રાપ્તિ - | १९ असुरकुमारे णं भंते ! असुरकुमारेहितो अणंतरं उव्वट्टित्ता रइएसु उववज्जेज्जा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર, અસુરકુમારોમાંથી નીકળીને સીધા નારકીમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. | २० असुरकुमारे णं भंते ! असुरकुमारेहितो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जिज्जा? गोयमा ! णो इणढे समढे । एवं जाव थणियकुमारेसु । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર, અસુરકુમારમાંથી નીકળીને સીધા અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તે શક્ય નથી. આ જ રીતે યાવત સ્વનિતકુમારોમાં પણ ઉત્પન્ન થતા નથી.
२१ असुरकुमारे णं भंते! असुरकुमारहिंतो अणंतर उव्वट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा? हंता गोयमा ! अत्थेगइए उजवजेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર, અસુરોકુમારોમાંથી નીકળી સીધા પૃથ્વીકાયમાં