________________
૪૯૦
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અનંતરાગત અને પરંપરાગત અંતક્રિયા સંબંધી નિરૂપણ છે. અનંતરાગતની આંતક્રિયા :– નરક આદિ ભવમાંથી નીકળીને સીધા જ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, કર્મોનો અંત કરનારની અંતક્રિયા અનંતરાગતની અંતક્રિયા કહેવાય છે.
પરંપરાગતની અંતક્રિયા :– નરક આદિ ભવમાંથી નીકળીને તિર્યંચ આદિ ગતિના એક કે અનેક ભવો પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી કર્મોનો અંત કરનારની અંતક્રિયા પરંપરાગતની અંતક્રિયા કહેવાય છે. નૈરયિકોમાં બંને પ્રકારની અંતક્રિયા :– સમુચ્ચય નારકી જીવ બંને પ્રકારની અંતક્રિયા કરે છે. તેમાં કેટલાક નૈરિયકો નરકમાંથી નીકળીને સીધા મનુષ્યમાં આવી અનંતરાગત અંતક્રિયા કરે છે અને કેટલાક નૈરિયકો નરકમાંથી નીકળી તિર્યંચ આદિના એક કે અનેક ભવ કરીને પરંપરાગત અંતક્રિયા કરે છે.
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા અને પંકપ્રભા, આ ચારે નરક ભૂમિઓના નારકી અનંતરાગત અને પરંપરાગત બંને પ્રકારની અંતક્રિયા કરે છે. શેષ ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભા, આ ત્રણ નરકભૂમિઓના નારકી જીવો માત્ર પરંપરાગત અંતક્રિયા કરે છે; કારણ કે પ્રથમ ચાર નરકના નારકી જ અનંતર મનુષ્ય જન્મ પામીને મોક્ષે જાય છે. પાંચમી, છઠ્ઠી નરકના નારકી અનંતર મનુષ્ય જન્મ ધારણ કરે છે, પણ કેવળ જ્ઞાન પામી શકતા નથી. તે જીવો મનઃપર્યવજ્ઞાન પ્રાપ્તિ સુધીનો જ આત્મવિકાસ કરી શકે છે. અસુરકુમારાદિ ૧૮ દંડકોમાં બંને પ્રકારની અંતક્રિયા :– · અસુરકુમારદિ ૧૦ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો તથા પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્ય; આ અઢાર દંડકના જીવો અનંતરાગત અને પરંપરાગત બંને પ્રકારની અંતક્રિયા કરે છે. તે જીવો સીધા મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ અનંતરાગત અંતક્રિયા કરે છે અને વચ્ચે અન્ય ભવ કરીને પછી પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી ત્યાં પરંપરાગત અંતક્રિયા કરે છે.
તેજસ્કાયિક આદિ પાંચ દંડકોમાં એક પ્રકારની અંતક્રિયા :– તેજસ્કાયિક, વાયુકાયિક અને ત્રણ વિકલેંદ્રિય; આ પાંચ દંડકના જીવો ધૂમપ્રભા આદિ ત્રણ નરકના નારકીની જેમ અનંતરાગત અંતક્રિયા કરતા નથી પરંતુ પરંપરાગત અંતક્રિયા કરે છે. તેમાં તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો મરીને મનુષ્ય થતા નથી અને વિકલેન્દ્રિય જીવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ સ્વભાવથી જ અનંતરાગત અંતક્રિયા કરતા નથી. (૩) એક સમય દ્વાર ઃ
९ अणंतरागया णं भंते ! णेरइया एगसमएणं केवइया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं दस । रयणप्पभापुढ विणेरइया वि एवं चेव जाव वालुयप्पभापुढविणेरइया ।
ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! કેટલા અનંતરાગત નાયિકો એક સમયમાં અંતક્રિયા કરે છે ? ઉત્તર− હે ગૌતમ ! એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ નૈરયિકો અનંતરાગત અંતક્રિયા કરે છે. તે જ રીતે રત્નપ્રભા પૃથ્વી યાવત્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉત્કૃષ્ટ દેશ નૈરયિકો અનંતરાગત અંતક્રિયા કરે છે.
१० अणंतरागया णं भंते ! पंकप्पभापुढविणेरइया एगसमएणं केवइया अंतकिरियं पकरेंति? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि ।