________________
| વિસામું પદ : અંતક્રિયા
૪૮૯
કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો ચારિત્ર અંગીકાર કરી શકે છે તેથી તે જીવો પૂર્ણપણે ચારિત્રની આરાધના કરીને અંતક્રિયા કરી શકે છે. મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો ચારિત્રની આરાધના કરી શકતા ન હોવાથી અંતક્રિયા કરી શકતા નથી. જોકે ૨૩ દંડકના જીવો તે ભવમાં અંતક્રિયા કરતા નથી તોપણ તે જીવો ભવિષ્યમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને યોગ્ય પુરુષાર્થ દ્વારા અંતક્રિયા કરી શકે છે.
પ્રસ્તુત સુત્રોમાં પ્રત્યેક દંડકના જીવોમાં ૨૪-૨૪ દંડકની અપેક્ષાએ પ્રશ્નોત્તર સંક્ષેપમાં છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
આ રીતે ૨૪ દંડકના જીવોમાં પરસ્પર ૨૪ દંડકની અપેક્ષાએ ૨૪x૨૪૫૭૬ પ્રશ્નોત્તર થાય છે. (ર) અનંતર દ્વાર:| ५ णेरइया णं भंते! किं अणंतरागया अंतकिरियं करेति, परंपरागया अंतकिरियं करेंति? गोयमा ! अणंतरागया वि अंतकिरियं करेंति, परंपरागया वि अंतकिरियं करेंति । एवं रयणप्पभापुढविणेरइया वि जाव पंकप्पभापुढविणेरइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નારકી જીવો શું અનંતરાગત અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે? ઉત્તરહે ગૌતમ! અનંતરાગત અંતક્રિયા પણ કરે છે અને પરંપરાગત અંતક્રિયા પણ કરે છે. આ જ રીતે પ્રથમ રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોથી લઈને ચોથી પંકપ્રભા નરકભૂમિના નૈરયિકો સુધીની અંતક્રિયાના વિષયમાં જાણવું જોઈએ.
६ धूमप्पभापुढविणेरइया णं भंते ! किं अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति? गोयमा !णो अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति । एवं जाव अहेसत्तमा पुढविणेरइया । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પાંચમી ધૂમપ્રભાપૃથ્વીના નૈરયિકો શું અનંતરાગત અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે જીવો અનંતરાગત અંતક્રિયા કરતા નથી, પરંતુ પરંપરાગત અંતક્રિયા કરે છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વીના નૈરયિકોની અંતક્રિયાના વિષયમાં જાણવું જોઈએ. | ७ असरकमारा जाव थणियकमारा पढविआऊवणस्सइकाइया य अणंतरागया वि अंतकिरियं करेंति, परंपरागया वि अंतकिरियं करेंति । ભાવાર્થ - અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો તથા પૃથ્વીકાયિકો, અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો અનંતરાગત અંતક્રિયા પણ કરે છે અને પરંપરાગત અંતક્રિયા પણ કરે છે.
८ तेउवाऊबेइंदियतेइंदिक्चरिंदिया णो अणंतरागया अंतकिरियंपकरेंति, परंपरागया अंतकिरियं पकरेंति । सेसा अणंतरागया वि अंतकिरियं पकरेंति, परंपरागया वि अंतकिरियं पकरेंति । ભાવાર્થ :- તેજસ્કાયિક, વાયકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવો અનંતરાગત અંતક્રિયા કરતા નથી, પરંતુ તે જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે. શેષ સર્વ જીવો અર્થાત્ તિર્યચપંચેન્દ્રિયો, મનુષ્યો તથા વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અનંતરાગત અને પરંપરાગત બંને રીતે અંતક્રિયા કરે છે.