________________
| ૪૮૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ પ્રશ્ન- હે ભગવન્! નારકી શું નરકગતિમાં રહીને અંતક્રિયા કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. | ४ णेरइए णं भंते ! असुरकुमारेसु अंतकिरियं करेज्जा? गोयमा ! णो इणटे समटे । एवं जाव वेमाणिएस, णवरं मणूसेस अंतकिरियं अत्थेगइए करेज्जा, अत्थेगइए णो करेज्जा। एवं असुरकुमारे जाव वेमाणिए । एवमेते चउवीसं चउवीसदंडगा । ભાવાર્થ : પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક શું અસુરકુમાર જાતિના દેવભવમાં અંતક્રિયા કરે છે ?
ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. તે જ રીતે વૈમાનિકો સુધીના દંડકમાં અંતક્રિયા સંબંધી અશક્યતા સમજી લેવી જોઈએ પરંતુ તેમાં વિશેષતા એ છે કે કેટલાક નારકી જીવો મનુષ્યમાં આવીને અંતક્રિયા કરે છે અને કેટલાક કરતા નથી.
આ રીતે નારકીની સમાન શેષ અસુરકુમારથી લઈ વૈમાનિક દેવ પર્યત ર૩ દંડકનું કથન કરવું જોઈએ અર્થાત્ તે સર્વ દંડકના જીવો એક માત્ર મનુષ્યપણે ઉત્પન્ન થઈને અંતક્રિયા કરે છે અન્યત્ર ક્યાંય અંતક્રિયા કરતા નથી. આ રીતે ૨૪ દંડકના જીવોમાંથી પ્રત્યેક જીવનું ચોવીશ દંડકોમાં અંતક્રિયા સંબંધી નિરૂપણ કરવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની અંતક્રિયાનું નિરૂપણ છે. સંજિરિયે :- અંતક્રિયા, મોક્ષ. અંતક્રિયા શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે– સંજિનિયમિતિ-અંત: अवसानं, तच्च प्रस्तावादिह कर्मणामवसातव्यम्, तस्य क्रियाकरणमंतक्रिया-कर्मान्तकरण मोक्ष રૂતિ ભાવાર્થ | અંત, સમાપ્તિ. પ્રસંગાનુસાર અહીં કર્મોનો અંત આ અર્થ સમજવો. તેની ક્રિયાકતે સંબંધીક્રિયા, તે અંતક્રિયા અર્થાત્ કર્મોનો અંત કરવા રૂપ મોક્ષ. સંક્ષેપમાં– મોક્ષ પ્રાપ્તિની ક્રિયા. આ પદમાં મુખ્ય દશ વિષયોનું નિરૂપણ છે. તેમાંથી પ્રારંભના ત્રણ વિષયો અંતક્રિયા સંબંધી એટલે મોક્ષ પ્રાપ્તિ સંબંધી હોવાથી આ પદનું નામ અંતક્રિયા છે. તે સિવાય સાત વિષયો આગતિ-ગતિ સંબંધી છે.
જૈનદર્શનની માન્યતા અનુસાર પ્રત્યેક જીવ અનાદિકાલથી પોતાના સ્વરૂપનો અજાણ હોવાથી ભવભ્રમણ કરી રહ્યો છે, જન્મ-મરણના ચક્રમાં ફરી રહ્યો છે પરંતુ જ્યારે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યાર પછી સવળા પુરુષાર્થે તે સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે. જે જીવો તથા પ્રકારનો પુરુષાર્થ કરતા નથી તે અંતક્રિયા કરતા નથી.
વિશેષમાં મોક્ષગમનની યોગ્યતાવાળા ભવી જીવો મનુષ્ય જન્મમાં સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના કરતાં તેની પરિપૂર્ણતા માટે પુરુષાર્થ કરે છે, તેવા જીવો સર્વ કર્મોનો ક્ષય કરીને અંતક્રિયા કરે છે. મોક્ષગમનની યોગ્યતા ન હોય તેવા અભવી જીવો જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી શકતા નથી, તેથી તે જીવો અંતક્રિયા કરી શકતા નથી; પરંતુ તે અભવી જીવો વ્યવહારથી ચારિત્રનો સ્વીકાર કરીને, તેનું યથોચિત પાલન કરતાં નવગ્રેવેયક સુધીના દેવોમાં ઉત્પન્ન થઈને ભૌતિક સુખોને મેળવી શકે છે.
સંક્ષેપમાં ભવી જીવો અંતક્રિયા કરે છે, અભવી જીવો અંતક્રિયા કરતા નથી.૨૪ દંડકના ભવી જીવોમાંથી એક કર્મભૂમિના ગાર્ભજ મનુષ્યો જ અંતક્રિયા કરી શકે છે, અન્ય કોઈ પણ જીવો અંતકિયા કરતા નથી.