________________
વિસનું પદઃ અંતક્રિયા
૪૮૭.
– વીસમું પદ: અંતક્રિયા – PE/PP/PE/PEzzzzzi પદના વિષય દર્શક દસ દ્વાર:
रइय अंतकिरिया, अणंतरं एगसमय उव्वट्टणा ।
तित्थयर चक्कि बल, वासुदेव मंडलिय रयणा य ॥१॥ ભાવાર્થ :- ગાથાર્થ– (૧) નૈરયિક આદિ જીવોની અંતક્રિયા, (૨) અનંતરાગત જીવોની અંતક્રિયા, (૩) એક સમયમાં અંતક્રિયા, (૪) જીવોની ઉત્પત્તિ, (૫) તીર્થકર, (૬) ચક્રવર્તી, (૭) બળદેવ, (૮) વાસુદેવ, (૯) માંડલિક અને (૧૦) રત્ન. વિવેચનઃ
પ્રસ્તુત સુત્ર(ગાથા)માં સંપૂર્ણ પદમાં વર્ણિત અંતક્રિયા આદિ દશ વિષયોના નામ નિર્દેશ કરવામાં આવ્યા છે. (૧) અંતક્રિયા દ્વારઃ- નારકાદિ ૨૪ દંડકોના જીવોની અંતક્રિયા સંબંધી પ્રરૂપણા છે. (ર) અનંતર દ્વારઃ- ૨૪ દંડકના જીવોમાંથી અનંતરાગત અને પરંપરાગત જીવની અંતક્રિયાનું નિરૂપણ છે. (૩) એક સમય હાર - એક સમયમાં અંતક્રિયા કરનાર જીવોની સંખ્યા સંબંધિત પ્રશ્નોત્તર છે. (૪) જીવોની ઉત્પત્તિ તાર:- ૨૪ દંડકના જીવોની ૨૪ દંડકમાંથી ઉત્પત્તિના કથન સાથે તે-તે જીવોના ધર્મશ્રવણાદિ અધ્યાત્મવિકાસનું નિરૂપણ છે. (૫) તીર્થકર દ્વારઃ- ૨૪ દંડકના જીવો મનુષ્ય જન્મ ધારણ કરીને તીર્થકરપદ પામી શકે, તેનું વર્ણન છે. () ચકી દ્વાર:- ૨૪ દંડકમાંથી મનુષ્યમાં આવીને ચક્રવર્તીપદ કોણ પામે, તેની વિચારણા છે. (૭) બળદેવ દ્વારઃ- બળદેવ પદની પ્રાપ્તિ સંબંધી વર્ણન છે. (૮) વાસુદેવ દ્વારઃ- વાસુદેવ પદની પ્રાપ્તિ સંબંધી વર્ણન છે. (૯) માંડલિક કાર :- માંડલિક રાજાના પદની પ્રાપ્તિ સંબંધી નિરૂપણ છે. (૧૦) રત્ન ધાર - ચક્રવર્તીનાં ચૌદ રત્નોની પ્રાપ્તિ સંબંધી નિરૂપણ છે. (૧)અંતક્રિયા દ્વાર:| २ जीवेणं भंते ! अंतकिरियं करेज्जा? गोयमा ! अत्थेगइए करेज्जा, अत्थेगइएणो करेज्जा । एवं णेरइए जाव वेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવ અંતક્રિયા કરે છે? ઉત્તર- હા, ગૌતમ! કોઈ જીવ અંતક્રિયા કરે છે અને કોઈ જીવ અંતક્રિયા કરતા નથી. આ જ રીતે નૈરયિકથી લઈ વૈમાનિક સુધીના જીવોની અંતક્રિયાના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. | ३ रइए णं भंते ! णेरइएसु अंतकिरियं करेज्जा ? गोयमा ! णो इणढे समढे ।