________________
૪૮૬
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
વીસમું પદ કે છેક છેછેક ક ક છેછે
પરિચય શિક છે છે
ક ક ક ક છેક છે
આ પદનું નામ અંતકિયા પદ છે. તેમાં વિવિધ દષ્ટિકોણથી અંતક્રિયા અને તેને લગતી કેટલીક પ્રાપ્ત થનારી ઉપલબ્ધિઓની વિચારણા છે.
અંતક્રિયા એટલે ભવપરંપરાનો તથા કર્મોનો સર્વથા અંત કરનારી ક્રિયા અર્થાત્ મોક્ષ પ્રાપ્તિને યોગ્ય ક્રિયાને અંતક્રિયા કહે છે. આ પદમાં વિષયનું પ્રતિપાદન દશ દ્વારોના માધ્યમે કર્યું છે. (૧) અંતક્રિયા દ્વાર :- ૨૪ દંડકના જીવોમાંથી માત્ર મનુષ્યો જ જ્ઞાન, દર્શન અને ચારિત્રની પૂર્ણતાને પામીને અંતક્રિયા કરી શકે છે. શેષ ૨૩ દંડકના જીવોમાં અંતક્રિયા કરવાની યોગ્યતાનો અભાવ છે. તે જીવો ભવપરંપરામાં મનુષ્ય જન્મ પામીને અંતક્રિયા કરી શકે છે. (૨) અનંતર દ્વાર :- ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો અનંતર મનુષ્ય ભવમાં અને કયા જીવો પરંપર મનુષ્ય ભવમાં અંતક્રિયા કરી શકે છે, તેની વિચારણા છે. તેઉકાય, વાઉકાય તથા ત્રણ વિધેન્દ્રિય આ પાંચ દિંડકના જીવો અને અંતિમ ત્રણ નરકના જીવો અનંતર ભવમાં અંતક્રિયા કરી શકતા નથી પરંતુ પરંપર ભવમાં ક્યારેક મનુષ્ય જન્મ પામીને અંતક્રિયા કરી શકે છે. શેષ ૧૯દંડકના જીવો(પૃથ્વી, પાણી, વનસ્પતિ સહિત પંચેન્દ્રિય જીવો) અને પ્રથમ ૪ નરકના જીવો અનંતર અને પરંપર બંને પ્રકારે અંતક્રિયા કરી શકે છે. (૩) એક સમયદ્વાર - અનંતરાગત અંતક્રિયા કરી શકનાર નૈરયિકાદિ એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલી સંખ્યામાં અંતક્રિયા કરે છે? તેની પ્રરૂપણા છે. (૪) ઉદવતતાર - નૈરયિકાદિ ૨૪ દંડકના જીવો મૃત્યુ પામી ૨૪ દંડકમાં ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે તેનું વર્ણન છે. તે ઉપરાંત મૃત્યુ પામી તે-તે સ્થાનોમાં ગયા પછી જીવ ક્રમશઃ ધર્મશ્રવણ, બોધ(ધમ), શ્રદ્ધા, મતિ-શ્રુતજ્ઞાન, વ્રતગ્રહણ, અવધિજ્ઞાન, અણગારત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને અંતક્રિયા આ દશ બોલમાંથી કેટલા બોલ(સિદ્ધિ) પ્રાપ્ત કરી શકે છે? તેની વિચારણા છે. (૫) તીર્થંકરદ્વાર :- ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને, સીધા મનુષ્યભવમાં આવીને તીર્થકર પદવી પામી શકે છે. તીર્થંકર પદવી ન પામનારા જીવો અંતક્રિયા (મોક્ષ), વિરતિ, વિરતાવિરતિ (શ્રાવકપણું), સમ્યકત્વ ધર્મશ્રવણ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આદિમાંથી શું મેળવી શકે છે? તેની વિચારણા છે.
૬ થી ૧૦ દ્વારમાં– ક્રમશઃ ચક્રવર્તીપદ, બળદેવપદ, વાસુદેવપદ, માંડલિકપદ અને ચક્રવર્તીનાં ૧૪ રત્નોની આગતિનું નિરૂપણ છે.
અંતે અસંયત ભવ્યદ્રવ્યદેવ, અવિરાધક સંયમી, વિરાધક સંયમી,અવિરાધક શ્રાવક, વિરાધક શ્રાવક, અસંજ્ઞી તિર્યંચ તાપસ, કાન્દર્ષિક, ચરક પરિવ્રાજક, કિલ્વિષિક, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, આજીવિક, આભિયોગિક, દર્શન ભ્રષ્ટ સ્વલિંગી જીવોની દેવોમાં ઉત્પત્તિ અને ચાર પ્રકારના અસંજ્ઞી આયુષ્ય સંબંધી નિરૂપણ છે.