________________
| વિસામું પદ : અંતક્રિયા
[ ૪૯૧]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંકપ્રભાપૃથ્વીના કેટલા નૈરયિકો એક સમયમાં અનંતરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર નૈરયિકો અનંતરાગત અંતક્રિયા કરે છે. | ११ अणंतरागया णं भंते ! असुरकुमारा एगसमएणं केवइया अंतकिरियं पकरेंति? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं दस । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા અસુરકુમારો એક સમયમાં અનંતરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ અસુરકુમાર દેવો અનંતરાગત અંતક્રિયા કરે છે. | १२ अणंतरागयाओ णं भंते ! असुरकुमारीओ एगसमएणं केवइयाओ अंतकिरियं पकरेंति? गोयमा ! जहण्णेणं एक्का वा दो वा तिण्णि वा, उक्कोसेणं पंच । एवं जहा असुरकुमारा सदेवीया तहा जाव थणियकुमारा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! કેટલી અસુરકુમાર દેવીઓ એક સમયમાં અનંતરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ અસુરકુમાર દેવીઓ અનંતરાગત અંતક્રિયા કરે છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધીના ભવનપતિ દેવદેવીઓની એક સમયમાં અંતક્રિયા સંબંધી સંખ્યા જાણવી જોઈએ. અર્થાત્ એક સમયમાં સ્તનતકુમાર સુધીના દશ દેવો અને પાંચ દેવીઓ અનંતરાગત અંતક્રિયા કરે છે. | १३ अणंतरागया णं भंते ! पुढविक्काइया एगसमएणं केवइया अंतकिरियं पकरेंति?
गोयमा!जहण्णेणंएक्को वादो वा तिण्णिवा, उक्कोसेणंचतारि । एवंआउक्काइया वि चत्तारि । वणस्सइकाइया छ । पंचेंदियतिरिक्खजोणिया दस । तिरिक्खजोणिणीओ दस । मणूसा दस । मणूसीओ वीसं । वाणमंतरा दस । वाणमंतरीओ पंच । जोइसिया दस । जोइसिणीओ वीसं । वेमाणिया अट्ठसयं । वेमाणिणीओ वीसं। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! કેટલા પૃથ્વીકાયિક જીવો એક સમયમાં અનંતરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે અને ત્રણ, ઉત્કૃષ્ટ ચાર પૃથ્વીકાયિક જીવો અનંતરાગત અંતક્રિયા કરે છે.
આ જ રીતે એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર અખાયિક જીવો અનંતરાગત અંતક્રિયા કરે છે; છ વનસ્પતિકાયિક, દશ તિર્યંચ પંચેન્દ્રિય, દશ તિર્યંચાણી, દશ મનુષ્ય, વીસ મનુષ્યાણી, દશ વાણવ્યંતર, પાંચ વાણવ્યંતરદેવીઓ, દશ જ્યોતિષ્ક દેવો, વીસ જ્યોતિષ્ક દેવીઓ, એકસો આઠ વૈમાનિક દેવો, વીસ વૈમાનિક દેવીઓ મનુષ્યમાં આવીને અનંતરાગત અંતક્રિયા કરે છે. વિવેચન :
બીજા અનંતર દ્વારમાં સૂત્રકારે ૨૪ દંડકમાંથી કયા દંડકના જીવો અનંતર(અંતર વિના) મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને અંતક્રિયા કરે છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. ત્રીજા એક સમય હારમાં નરકાદિમાંથી નીકળીને, મનુષ્ય જન્મ ધારણ કરી એક સમયમાં સિદ્ધ થતાં જીવોની સંખ્યાનું નિરૂપણ છે. નૈરયિકો - સમુચ્ચય નરક ગતિમાંથી નીકળીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરનારા જીવોમાંથી એક સમયમાં