________________
| ૪૭૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
બાદર
સૂકમની કાયસ્થિતિ – જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ પ્રમાણ છે. કોઈ પણ જીવ પૃથ્વી, પાણી આદિ પાંચ સ્થાવરમાં સૂક્ષ્મપણે જન્મ-મરણ કરે, તો ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી રહે છે. તે અસંખ્યાતકાલમાં કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થાય છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ અર્થાતુ પુઢવીકાલ પ્રમાણ છે. બાદરની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ–બાદરકાલ પ્રમાણ છે. તે અસંખ્યાતકાલમાં કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થાય છે અને ક્ષેત્રની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ થાય છે.
આ રીતે સુક્ષ્મ અને બાદર બંનેની કાયસ્થિતિ અસંખ્યાત કાલની હોવા છતાં ક્ષેત્રની અપેક્ષાની બંનેની સ્થિતિમાં તરતમતા જણાય છે, તેથી સ્પષ્ટ થાય છે કે, બાદરથી સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ અધિક છે. નોર્મ નો બાદર જીવોની કાયસ્થિતિ - સિદ્ધના જીવો નોસૂક્ષ્મ નો બાદર છે. તેની સ્થિતિ સાદિ અનંત કાલની છે. સૂકમ–બાદર જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ સૂક્ષ્મ અંતર્મુહૂર્ત |અસંખ્યાતકાલ(પુઢવીકાલ) | સમુચ્ચય સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ માત્ર સૂમમાં
જીવ અસંખ્ય કાલ સુધી જ રહે. અંતર્મુહૂર્ત અસંખ્યાતકાલ(બાદરકાલ) | સમુચ્ચય બાદર જીવોની અપેક્ષાએ માત્ર બાદરમાં
અસંખ્યકાલ સુધી જ રહે. પુઢવીકાલથી બાદર કાલ
બહુ નાનો છે. | નોસૂક્ષ્મ નો બાદર | x સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ. (૧૯)સંજ્ઞી દ્વાર:११८ सण्णी णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી જીવ કેટલા કાળ સુધી સંજ્ઞીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી સંજ્ઞીપણે રહે છે. ११९ असण्णी णं भंते ! पुच्छा ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંશી જીવ કેટલા કાલ સુધી અસશીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અસંજ્ઞીપણે રહે છે. ११९ णोसण्णी णोअसण्णी णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નોસંજ્ઞી નોઅસંશી જીવ કેટલા કાલ સુધી નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણે રહે છે? ઉત્તરહે ગૌતમ ! તેની સ્થિતિ સાદિ-અનંતકાલની છે.