________________
| અઢારમું પદ ક્રાયસ્થિતિ
૪૭૯
વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં સંજ્ઞી, અસંજ્ઞી, નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવોની કાયસ્થિતિની પ્રરૂપણા છે. સંજીની કાયસ્થિતિ - જ્યારે કોઈ જીવ અસંજ્ઞીપણાથી નીકળીને સંજ્ઞીપણાનો ભવ ધારણ કરી અંતર્મુહૂર્ત રહીને, ફરી અસશીપણે ઉત્પન્ન થાય છે, ત્યારે તે અંતર્મુહૂર્ત સુધી જ સંજ્ઞી અવસ્થામાં રહે છે અને કોઈ જીવ મનુષ્ય અને નારકી અથવા વૈમાનિક દેવમાં ભવભ્રમણ કર્યા કરે તો, ઉત્કૃષ્ટ કાંઈક અધિક અનેક સો સાગરોપમ કાળ સુધી નિરંતર સંજ્ઞીપણે રહે છે. અસણીની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અસંશી જીવ નિરંતર અસંજ્ઞીપણે રહે છે. નોસંજ્ઞી-નોઅસંજ્ઞીની કાયસ્થિતિ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાન નોસંજ્ઞી નોઅસંજ્ઞી છે. સિદ્ધની અપેક્ષાએ તેની સ્થિતિ સાદિ અનંત છે. સંજ્ઞી–અસંજ્ઞી જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય | ઉત્કૃષ્ટ |
કારણ
| ૧ સંજ્ઞી
અંતર્મુહૂર્ત | સાધિક અનેક સો સાગરોપમ ચાર ગતિની અપેક્ષાએ. ૨ અસંજ્ઞી અંતર્મુહૂર્ત |અનંતકાલ(વનસ્પતિકાલ) વિનસ્પતિકાયિકની મુખ્યતાએ ૩ નોસંજ્ઞી નોઅસંશી | – સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ (૨૦) ભવસિદ્ધિક દ્વાર :१२१ भवसिद्धिए णं भंते ! पुच्छा ? गोयमा ! अणाईए सपज्जवसिए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક જીવ કેટલા કાળ સુધી ભવસિદ્ધિકપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ ! તે અનાદિ સાંત છે. १२२ अभवसिद्धिए णं भंते ! पुच्छा ? गोयमा ! अणाईए अपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અભવસિદ્ધિક જીવ કેટલા કાળ સુધી અભવસિદ્ધિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! અનાદિ-અનંત છે. १२३ णोभवसिद्धिय णोअभवसिद्धिए णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક કેટલા કાલ સુધી નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! સાદિ-અનંત છે.
વિવેચન :
પ્રત સૂત્રોમાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવોની કાયસ્થિતિનું નિરૂપણ કર્યું છે.