________________
| અઢાર પદ: કાયસ્થિતિ
શકે છે. અન્યથા એકલા અપર્યાપ્તના ૨૫ આવલિકાના હિસાબે ઉત્કૃષ્ટ ૬૫૫૩થી ઓછા ભવો થઈ શકે અને તેનો સરવાળો અંતર્મુહુર્ત જેટલો રહી શકે. આ રીતે અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સમજવી. શ્રી ભગવતી સૂત્રના ગમ્મા શતકમાં જઘન્ય ગમ્મામાં અંતર્મુહૂર્તની સ્થિતિવાળામાં પર્યાપ્તા કે અપર્યાપ્તાના સર્વ ભવોનો સમાવેશ હોવાથી તે તે ગમ્મામાં અસંખ્ય કે અનંત ભવો થઈ શકે છે. શાસ્ત્રકારનો આશય ત્યાં જઘન્ય ગમ્મામાં અંતર્મુહૂર્તમાં સમાવિષ્ટ થતી સર્વે સ્થિતિનું સંકલન, જઘન્ય સ્થિતિમાં સમજી લેવાથી છે. પરંતુ ત્યાં પર્યાપ્ત અપર્યાપ્તનો ભેદ વિવક્ષિત નથી, માટે અનેક શાસ્ત્રોમાં કથિત અપર્યાપ્તાની કાયસ્થિતિમાં ગમ્મા શતકના કથનથી કોઈ વિરોધ ન સમજવો જોઈએ. નો પર્યાપ્ત નો અપર્યાપ્તાની કાયસ્થિતિ :- પર્યાપ્ત કે અપર્યાપ્તાવસ્થાથી રહિત હોય, તેવા સિદ્ધ ભગવાન નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત કહેવાય છે. તેની કાયસ્થિતિ સાદિ અનંતકાલની છે. પર્યાપ્તા–અપર્યાપ્તાની કાયસ્થિતિ :જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ ૧ પર્યાપ્તા | | અંતર્મુહુર્ત | સાધિક અનેક સો સાગરોપમ |લબ્ધિ પર્યાપ્તા જીવોની અપેક્ષાએ ૨ અપર્યાપ્તા | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
અપર્યાપ્ત અવસ્થાનું સાતત્ય તેટલું જ રહેતું હોવાથી ૩ નો પર્યાપ્તા
સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ નોઅપર્યાપ્તા
(૧૮) સૂક્ષ્મ દ્વાર:११५ सुहुमे णं भंते ! सुहुमे त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं પુરા- વાણી ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ જીવ કેટલા કાળ સુધી સૂક્ષ્મપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પુઢવીકાલ સુધી સૂમપણે રહે છે. ११६ बादरे णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं जाव खेत्तओ अंगुलस्स असंखेज्जइभाग । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! બાદર જીવ કેટલા કાલ સુધી બાદરપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી બાદરપણે રહે છે, તે અસંખ્યાતકાલ, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે અને ત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. ११६ णोसुहुम णोबादरे णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નોસૂક્ષ્મ નો બાદર કેટલા કાલ સુધી નોસૂક્ષ્મ નો બાદરપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ, બાદર, નોસૂક્ષ્મ નો બાદરની કાયસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.