________________
| ૪૭૬]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
(૧૦) પર્યાપ્ત દ્વારઃ११२ पज्जत्तए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवम सयपुहत्तं साइरेग । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત જીવ કેટલા કાલ સુધી નિરંતર પર્યાપ્તાપણે રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેક સો સાગરોપમ સુધી નિરંતર પર્યાપ્તપણે રહે છે. ११३ अपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત જીવ, કેટલા કાલ સુધી નિરંતર અપર્યાપ્તાપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્તપણે રહે છે. ११४ णोपज्जत्तए णोअपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી નો પર્યાપ્ત નોઅપર્યાપ્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત જીવોની કાયસ્થિતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પર્યાપ્તાની કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમની છે. કોઈ જીવ અંતર્મુહુર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અપર્યાપ્તપણે જન્મ ધારણ કરે, તો પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે.
કોઈ જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સુધી નિરંતર લબ્ધિ પર્યાપ્તપણે રહે તો તે પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. અહીં લબ્ધિપર્યાપ્તા જીવોની અપેક્ષાએ કાયસ્થિતિનું કથન છે. લબ્ધિ પર્યાપ્તાના ભવો નિરંતર અનેક સો સાગરોપમ સુધી થઈ શકે છે. દરેક જીવ
જ્યાં જન્મ ધારણ કરે ત્યાં અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્ત રહે જ છે. પરંતુ તે અપર્યાપ્ત અવસ્થામાં પણ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોવાથી તે જીવ લબ્ધિપર્યાપ્તા કહેવાય છે. આ રીતે લબ્ધિ પર્યાપ્તાની અપેક્ષાએ પર્યાપ્તાવસ્થાનું સાતત્ય નિરંતર ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. અપર્યાપ્તાની કાયસ્થિતિ :– જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર અને ભગવતી સૂત્ર આદિ અનેક શાસ્ત્રોમાં અપર્યાપ્તની સ્થિતિ કે કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્તની જ કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે કરણ અપર્યાપ્ત કે લબ્ધિ અપર્યાપ્તની સ્થિતિ તો એક ભવની જ હોય છે અને કાયસ્થિતિ અનેક ભવોની અપેક્ષાએ હોય છે. તેમ છતાં આ સર્વ આગમોને જોતાં સ્પષ્ટ થાય છે કે અપર્યાપ્ત નામકર્મના ઉદયમાં એટલે લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં જીવ નિરંતર જેટલા ભવ કરી શકે તેનો સરવાળો અંતર્મુહૂર્તનો જ થાય છે અર્થાત્ જીવ અપર્યાપ્ત અવસ્થાના કેટલાક ભવો અંતર્મુહૂર્તના કરીને વચ્ચે પર્યાપ્તાના ભવો કરતો રહે તો જ ત્યાં ને ત્યાં તેના અસંખ્ય કે અનંત ભવો થઈ