________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
[ ૪૭૫]
સંસારપરિત્ત :- સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી જેનો સંસાર પરિભ્રમણકાળ પરિમિત થઈ ગયો હોય. તેમજ જે જીવોનું સંખ્યાત કે અસંખ્યાત કાલ જ સંસાર પરિભ્રમણ શેષ રહ્યું હોય, તેને સંસાર પરિત્ત કહે છે. તે જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ એટલે અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ સુધી સંસાર પરિત્તપણે રહે છે.
કોઈ જીવ સમ્યગુદર્શન પ્રાપ્ત કરીને અંતર્મુહૂર્તમાં અંતકૃત કેવળી થઈને મોક્ષે જાય, તો તેની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે. અને સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યા પછી જો તે જીવ સમ્યગુદર્શનથી પતિત થઈ જાય અને દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનકાલ સુધી સંસાર પરિભ્રમણ કરીને પછી મોક્ષ જાય, તો તેની પરિત્ત સંસારની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. કાયઅપરિત્ત - અનંતકાયિક જીવ કાય અપરિત્ત કહેવાય છે તથા કાય અપરિત્ત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ(અનંતકાળ) સુધી નિરંતર કાય અપરિત્તપણે રહે છે. જ્યારે કોઈ જીવ પ્રત્યેક શરીરમાં જન્મ-મરણ કરીને નિગોદમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અંતર્મુહૂર્ત સુધી રહીને ફરી પ્રત્યેક શરીરીરૂપે ઉત્પન્ન થાય,તો તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત થાય છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ જેટલો અનંતકાળ સમજવો જોઈએ. ત્યાર પછી તે જીવ અવશ્ય ત્યાંથી નીકળીને પ્રત્યેક શરીરપણે જન્મ ધારણ કરે છે.
સૂત્રકારે કાયઅપરિત્તની કાયસ્થિતિ વનસ્પતિકાલ પ્રમાણ કહી છે પરંતુ નિગોદના સાધારણ શરીરી જીવો કાય અપરિત્ત છે. ચોથા કાય દ્વારમાં સમુચ્ચય નિગોદની કાયસ્થિતિ અનંતકાલમાં અઢી પુદ્ગલ પરાવર્તનકાલપ્રમાણ કહી છે. તેથી કાયઅપરિત્તની કાયસ્થિતિ અઢી પગલપરાવર્તનકાલની જ હોવી જોઈએ. પ્રસ્તુત પ્રસંગમાં કોઈ પણ કારણથી મૂળપાઠમાં ગાવ.. પાઠમાં કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તેમ જણાય છે. વૃત્તિકારે પણ સૂત્રને અનુસરીને જ તે અનંતકાલની સ્થિતિને વનસ્પતિકાલ પ્રમાણ કહી છે. उक्कोसेणं अणंत कालं जाव वणस्सइकालो ना स्थाने जाव अड्डाइज्जा पोग्गलपरियट्टा पाठ યથોચિત લાગે છે. સંસાર અપરિત - જેનું અનંતકાલનું સંસાર પરિભ્રમણ શેષ હોય, તેને સંસાર અપરિત્ત કહે છે. તેના બે પ્રકાર છે– (૧) અનાદિ અનંતજેના સંસારનો અંત-
વિચ્છેદ ક્યારેય થવાનો ન હોય તેવા અભવી જીવોની અપેક્ષાએ તે અનાદિ અનંત સંસાર અપરિત્ત કહેવાય છે. (૨) અનાદિ સાત- જેના સંસારનો અંત થવાનો છે તેવા ભવી જીવો અનાદિ સાંત સંસાર અપરિત્ત કહેવાય છે. નોપરિત નોઅપરિત્ત :- સિદ્ધને નોપરિત્ત નોઅપરિત્ત કહે છે. તેની સ્થિતિ સાદિ અનંત છે. પરિર-અપરિતની કાયસ્થિતિ :| જીવ પ્રકાર | જઘન્ય | ઉત્કૃષ્ટ
કારણ કાય પરિત્ત અંતર્મુહૂર્ત અસંખ્યાતકાલ(પૃથ્વીકાલ) |પૃથ્વીકાયની કાયસ્થિતિની અપેક્ષાએ સંસાર પરિત્ત અંતર્મુહૂર્ત અર્ધપુલ પરાવર્તનકાલ એકવાર સમ્યગદર્શનની સ્પર્શનાથયેલો જીવ અવશ્ય
અર્ધપુદ્ગલ પરાવર્તનકાલમાં મોક્ષે જતો હોવાથી કાય અપરિત્ત અંતર્મુહૂર્ત અનંતકાલ
વનસ્પતિકાયિક જીવોની કાયસ્થિતિની અપેક્ષાએ સંસાર અપરિત્ત
અનાદિ-અનંત અભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત
ભવી જીવોની અપેક્ષાએ