________________
| ૪૬૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
થાવત્ દેશોન અર્ધ પુદ્ગલ-પરાવર્તનકાલ સુધી મિથ્યાદષ્ટિપણે રહે છે.
७७ सम्मामिच्छद्धिी णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहत्तं। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મિશ્રદષ્ટિ કેટલા કાળ સુધી મિશ્રદષ્ટિપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી મિશ્રદષ્ટિપણે રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિની કાયસ્થિતિનું નિરૂપણ છે. સમ્યગુદષ્ટિની કાયસ્થિતિ :- દષ્ટિ એટલે દષ્ટિકોણ-વિચારધારા. જેનો દષ્ટિકોણ યથાર્થ હોય, જિનેશ્વરોના સિદ્ધાંતોથી વિપરીત ન હોય, તેને સમ્યગ્દષ્ટિ કહે છે અર્થાત્ જેને જિનપ્રણીત તત્ત્વો પર યથાર્થપણે શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ હોય તેને સમ્યગુદષ્ટિ કહે છે. પ્રત્યેક જીવ અનાદિકાલથી મિથ્યાદષ્ટિ હોય છે, તેને જ્યારે સમ્યગુદર્શન પ્રાપ્ત થાય ત્યારે તેના સમ્યગ્દર્શનની સાદિ થાય છે.
સમ્યગુદષ્ટિ જીવોના બે પ્રકાર છે– (૧) સાદિ અનંતજે સમ્યકત્વ આવ્યા પછી જાય નહીં, તે સાદિ અનંત છે. ક્ષાયિક સમકિત આવ્યા પછી જતું નથી તેથી તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. (૨) સાદિ સાંત– ક્ષાયોપથમિક અને ઔપથમિક સમ્યકત્વ સાદિ સાંત છે. ઔપમિક સમ્યકત્વ અંતર્મુહૂર્ત સુધી અને ક્ષાયોપથમિક સમ્યકત્વ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. ત્યાર પછી તેમાં પરિવર્તન આવે છે. કોઈ જીવ બે વાર ૩૩ સાગરોપમની સ્થિતિએ અનુત્તર વિમાનોમાં અથવા ત્રણ વાર બાવીસ સાગરોપમની સ્થિતિએ બારમા અશ્રુત કલ્પમાં સમ્યકત્વ સાથે ઉત્પન્ન થાય તો દ સાગરોપમ કાળ વ્યતીત થઈ જાય. કિંચિત્ અધિક કાળ છે તે વચ્ચેના મનુષ્યભવોની અપેક્ષાએ સમજવો જોઈએ. આ રીતે ઉપશમ સમકિતીની સ્થિતિ અંતર્મુહૂર્તની અને ક્ષયોપશમ સમકિતીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમની છે. મિથ્યાદષ્ટિની કાયસ્થિતિ :- જેનો દષ્ટિકોણ-વિચારધારા યથાર્થ ન હોય, જિનેશ્વરોના સિદ્ધાંતથી વિપરીત હોય તેમજ જેને જિનપ્રણીત તત્ત્વો પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ ન હોય, તે મિથ્યાદષ્ટિ છે.મિથ્યાષ્ટિ
જીવોના ત્રણ પ્રકાર છે. (૧) અનાદિ અનંત- જે અનાદિકાળથી મિથ્યાદષ્ટિ છે અને અનંતકાળ સુધી મિથ્યાત્વી જ રહેવાના છે તેવા અભવી જીવોના મિથ્યાત્વની સ્થિતિ અનાદિ-અનંતકાલની છે. (૨) અનાદિ સાંત- જે અનાદિકાળથી મિથ્યાદષ્ટિ તો છે, પરંતુ ભવિષ્યમાં જેને સમ્યકત્વની પ્રાપ્તિ થવાની છે. તેવા ભવ્ય જીવોના મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત છે. (૩) સાદિ-સાત-જે જીવ સમ્યકત્વનું વમન કરીને મિથ્યાદષ્ટિ થઈ ગયો હોય અને ભવિષ્યમાં ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરવાનો છે. તેવા પડિવાઈ સમ્યગ્દષ્ટિનું મિથ્યાત્વ સાદિ-સાંત કહેવાય છે.
સાદિ સાત મિથ્યાષ્ટિની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે, તે અંતર્મુહૂર્ત સુધી મિથ્યાદષ્ટિ રહે, ત્યાર પછી ફરીથી તેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનંતકાલ સુધી તે મિથ્યાદષ્ટિપણે રહે છે. અનંતકાલ વ્યતીત થઈ ગયા પછી તેને અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તે અનંતકાલ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે તથા ક્ષેત્રથી યાવત્ દેશોન અર્ધ પુલ પરાવર્તન પ્રમાણ છે. મિશ્રદષ્ટિની કાયસ્થિતિ - જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. તથા પ્રકારના સ્વભાવથી અંતર્મુહૂર્ત પછી અવશ્ય તેની દષ્ટિનું પરિવર્તન થઈ જાય છે.