________________
૪૫૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
સલેશી જીવોની કાયસ્થિતિ :- છ લેશ્યામાંથી કોઈ પણ લેશ્યાના પરિણામ સહિત હોય, તેને સલેશી કહે છે. વેશ્યાના પરિણામો અનાદિકાલીન છે. જીવ જ્યારે ચૌદમાં ગુણસ્થાને અયોગીપણાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે અલેશી થાય છે, ત્યાં સુધી પ્રત્યેક જીવ સલેશી જ હોય છે. સલેશી જીવોના બે પ્રકાર છે– (૧) કેટલાક જીવો અલેશીપણાને ક્યારે ય પ્રાપ્ત થતા જ નથી તેવા અભવી જીવોની અપેક્ષાએ સલેશીપણું અનાદિ અનંત છે અને (૨) કેટલાક ભવી જીવો ભવિષ્યમાં અલેશીપણાને પ્રાપ્ત કરે છે તેની અપેક્ષાએ સલેશીપણું અનાદિ સાંત છે. છ લેયાઓની કાયસ્થિતિ :- તિર્યંચો અને મનુષ્યોના વેશ્યાદ્રવ્ય અંતર્મુહૂર્ત સુધી એકસરખા રહે છે અને ત્યારપછી અવશ્ય બદલાય છે. દેવો અને નારકીઓની વેશ્યા પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્તથી પ્રારંભીને આગામી ભવના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી એક સમાન રહે છે.
છએ વેશ્યાઓની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ મનુષ્યો અને તિર્યંચોની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેવો અને નૈરયિકોની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન છે. તે આ પ્રમાણે છેકણલેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ :- અંતર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની છે. આ કાલમાન સાતમી નરકના નારકીની અપેક્ષાએ છે. સાતમી નરકમાં કુષ્ણલેશ્યા હોય છે. ત્યાંની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. પૂર્વ અને આગામી ભવનું અંતર્મુહુર્ત ઉમેરતાં અંતર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ થાય છે. નીલલેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ :- પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે. આ કાલમાન પાંચમી નરકમૃથ્વીના નારકીની અપેક્ષાએ છે. પાંચમી નરકમાં કેટલાક નૈરયિકોને નીલલેશ્યા હોય છે અને તેની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે. પૂર્વભવ અને આગામી ભવનો અંતર્મુહૂર્તકાળ પલ્યોપમની અંતર્ગત સમ્મિલિત થઈ જાય છે, તેથી તેનું અલગ કથન કર્યું નથી. કાપોતલેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ :- પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમની છે. કાપોતલેશ્યા પહેલી નરકથી લઈ ત્રીજી નરક સુધી હોય છે પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજી નરકની અપેક્ષાએ છે. તેજલેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ:- પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની છે. આ કથન બીજા ઈશાન દેવલોકના દેવોની અપેક્ષાએ છે, કારણ કે ઈશાન દેવલોકના દેવો તેજોલેશી જ હોય છે અને તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સાધિક બે સાગરોપમની અર્થાત્ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની છે. પાલેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ - અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. આ કથન પાંચમા દેવલોકના દેવોની અપેક્ષાએ છે. તેઓને એક માત્ર પાલેશ્યા જ હોય છે. તેમજ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. તેની સ્થિતિમાં પૂર્વભવ અને આગામી ભવના અંતર્મુહૂર્તને અધિક સમજવું. શુક્લલેશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ :- અંતર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. આ કથન અનુત્તરવિમાનવાસી દેવોની અપેક્ષાએ છે. કારણ કે તેઓમાં એક શુક્લલેશ્યા જ હોય છે. તેમની તેત્રીસ સાગરોપમની સ્થિતિમાં પૂર્વ ભવ અને આગામી ભવનું અંતર્મુહૂર્ત અધિક સમજવું. અલેશી જીવોની કાયસ્થિતિ :- અલેશી જીવ અયોગી કેવળી અને સિદ્ધ છે. તેઓ સદાકાળ અલેશી જ રહે છે, તેથી અલેશીની સ્થિતિ સાદિ અનંત કાલની છે.