________________
| અઢારમું પદ ક્રાયસ્થિતિ
૪૫૩.
(૩) ત્રીજા આદેશા(અપેક્ષા)નુસાર - અનેક ક્રોડપૂર્વ અધિક ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. કોઈ જીવ પહેલા દેવલોકમાં પરિગુહિતા દેવીમાં ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિએ બે વાર ઉત્પન્ન થાય અને તેની સાથે મનુષ્યાણી કે તિર્યંચાણીના પૂર્વક્રોડ વર્ષના બે ભવ કરે, તો સ્ત્રીવેદીની કાયસ્થિતિ અનેક ક્રોડપૂર્વ વર્ષ સાધિક ચૌદ પલ્યોપમની થાય છે.
(૪) ચતર્થ આદેશાનુસાર - અનેક ક્રોડપૂર્વ અધિક સો પલ્યોપમની સ્થિતિ છે. કોઈ જીવ પ્રથમ દેવલોકમાં ૫૦ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહિતા દેવીમાં પૂર્વોક્ત રીતે બે વાર ઉત્પન્ન થાય અને તેની સાથે મનુષ્યાણી કે તિર્યંચાણીના ક્રોડપૂર્વ વર્ષના બે ભવ કરે તો તે અપેક્ષાએ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક એકસો પલ્યોપમની સ્થિતિ થાય છે. (૫) પાંચમા આદેશાનુસાર - અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક અનેક પલ્યોપમની સ્થિતિ છે. કોઈ જીવ ક્રોડપૂર્વ વર્ષની આયુષ્યવાળી મનુષ્યાણી કે તિર્યંચાણીમાં લગાતાર અનેક ભવ કરે અને દેવીરૂપે ભવ ન કરે, તો તે ક્રોડપૂર્વ વર્ષના સાત ભવ કરી આઠમા ભવમાં દેવકુ આદિ ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળી યુગલિક સ્ત્રીપણે ઉત્પન્ન થાય પછી પુરુષ વેદના ભવ કરે તો તેને સાત ક્રોડપૂર્વ વર્ષ અને ત્રણ પલ્યોપમ કુલ મળીને અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક અનેક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત થાય છે. પુરુષવેદની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમની છે. કોઈ જીવ ભવભ્રમણ કરતાં પુરુષવેદને પ્રાપ્ત થાય ત્યાં અંતર્મુહૂર્ત રહીને આયુષ્ય પૂર્ણ કરીને અન્ય વેદમાં ઉત્પન્ન થાય, તો તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે.
સ્ત્રીવેદીની જઘન્ય એક સમયની સ્થિતિ ઉપશમ શ્રેણીથી પતિત થયેલી સ્ત્રીઓની અપેક્ષાએ ઘટી શકે છે પરંતુ ઉપશમશ્રેણીથી પતિત થયેલો પુરુષ પુરુષવેદને પ્રાપ્ત કરીને એક જ સમયમાં કાલધર્મ પામે, તો પણ તે જીવ દેવલોકમાં અવશ્ય પુરુષવેદને જ પામે છે તેથી પુરુષવેદની એક સમયની સ્થિતિ ઘટિત થતી નથી. તે સિવાય સ્વાભાવિક રીતે જ સ્ત્રીવેદની સ્થિતિ જઘન્ય એક સમયની હોય છે અને પુરુષવેદની સ્થિતિ અંતર્મુહુર્તની હોય છે. તેમ પણ સમજી શકાય છે. કારણ કે નિગ્રંથપણામાં કેટલાક પરિણામો ક્ષયોપશમ અને ઉદય પ્રમાણે એક સમયના થાય છે.
પુરુષવેદની ઉત્કૃષ્ટસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમની છે. કોઈ પુરુષવેદી જીવ તિર્યચ-મનુષ્ય અને દેવોમાં નિરંતર ગમનાગમન કરે, તો દેવપણે અનેક સો સાગરોપમની સ્થિતિ પૂર્ણ થાય અને તિર્યંચમનુષ્યના ભવોની સ્થિતિ સાધિકની ગણનામાં થાય છે. નપુંસકવેદની કાયસ્થિતિ – જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. જઘન્ય એક સમયની સ્થિતિ સ્ત્રીવેદની જેમ ઉપશમશ્રેણીથી પતિત થયેલા જીવોની અપેક્ષાએ છે અને કોઈ પણ જીવ અનંતકાલ પર્યત વનસ્પતિમાં જ જન્મ-મરણ કરે તો વનસ્પતિકાયિક જીવો નપુંસક હોવાથી નપુંસકવેદની કાયસ્થિતિ વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. અદકની કાયસ્થિતિ :- અવેદી જીવોના બે પ્રકાર છે– (૧) સાદિ અનંત (૨) સાદિ સાંત. કોઈ પણ જીવ ત્રણ પ્રકારના વેદનો ઉપશમ કે ક્ષય કરે ત્યારે તેના અવેદીપણાનો પ્રારંભ-સાદિ થાય છે. જે જીવોએ વેદનો ક્ષય કર્યો છે તેવા જીવો સિદ્ધ અવસ્થામાં હંમેશાં અવેદી જ રહે છે. તેઓ પુનઃ સવેદીપણાને પ્રાપ્ત