________________
| ૪૫ર |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સવેદી, અવેદી અને સ્ત્રી પુરુષ નપુંસકવેદીની કાયસ્થિતિનું નિરૂપણ કર્યું છે. સવેદીની કાયસ્થિતિ :- સ્ત્રી, પુરુષ કે નપુંસકવેદ સહિત હોય તેને સવેદી કહે છે. દરેક સંસારી જીવ અનાદિકાલથી સવેદી જ હોય છે. કેટલાક જીવો સાધનાના પુરુષાર્થથી શ્રેણીને પ્રાપ્ત કરે તે અવેદીપણાને પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો કદાપિ સાધનાનો પુરુષાર્થ કરવાના જ નથી. તે જીવોના સવેદીપણાનો અંત ક્યારે ય થતો નથી. આ રીતે જીવોની ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાના આધારે સવેદીપણાની કાયસ્થિતિનું કથન ત્રણ પ્રકારે થાય છે– (૧) અનાદિ અનંત- અભવી જીવો કદાપિ અવેદીપણાને પ્રાપ્ત થતાં નથી તેથી તેની અપેક્ષાએ સવેદીની કાયસ્થિતિ અનાદિ અનંતકાલની છે. (૨) અનાદિ સાતજે જીવો ક્યારેક તો ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી પર આરૂઢ થવાના છે, તેવા ભવી જીવો શ્રેણીને પ્રાપ્ત કરે ત્યારે અવેદી બને છે ત્યારે તેના સવેદીપણાનો અંત આવે છે તેથી ભવી જીવોની અપેક્ષાએ સવેદીની સ્થિતિ અનાદિ સાંત છે. (૩) સાદિ સાત- જે જીવ ઉપશમ શ્રેણી પામીને અવેદીપણાને પ્રાપ્ત કરે છે, તે જીવ ઉપશમ શ્રેણીથી પડિવાઈ થઈને ફરી સવેદી અવસ્થા પ્રાપ્ત કરે છે. તેને સવેદીપણાનો પ્રારંભ થાય છે તેથી સાદિ કહેવાય છે અને ઉપશમ શ્રેણીથી પડિવાઈ થયેલો જીવ ફરી અર્ધ પુદ્ગલપરાવર્તનમાં અવશ્ય વેદનો ક્ષય કરી સવેદી અવસ્થાનો અંત કરે છે. તેવા જીવોની અપેક્ષાએ સવેદીની કાયસ્થિતિ સાદિ સાંત છે.
સ્ત્રી વેદીની કાયસ્થિતિ - સુત્રકારે વિવિધ અપેક્ષાએ પાંચ પ્રકારે સ્ત્રીવેદી જીવોની કાયસ્થિતિનું કથન કર્યું છે. સ્ત્રીવેદીની જઘન્ય કાયસ્થિતિ એક સમયની છે, કોઈ સ્ત્રી ઉપશમ શ્રેણીમાં ત્રણ વેદોનો ઉપશમ કરીને અવેદી અવસ્થા પ્રાપ્ત કરીને ત્યારપછી પડિવાઈ થઈ એક સમયે સ્ત્રીવેદનો અનુભવ કરે, ફરી બીજા સમયમાં મૃત્યુ પામી દેવગતિમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે જીવ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતો હોવાથી અવશ્ય પુરુષવેદી હોય છે. અનુત્તર વિમાનમાં સ્ત્રીવેદ નથી. તેથી સ્ત્રીવેદીની જઘન્ય એક સમયની કાયસ્થિતિ ઘટિત થાય છે. સ્ત્રીવેદીની ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન પાંચ પ્રકારે છે. (૧) પ્રથમ આદેશાનુસાર - અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક એકસો દશ પલ્યોપમ છે. કોઈ જીવ ક્રોડપૂર્વની સ્થિતિએ મનુષ્યાણીમાં કે તિર્યંચાણીમાં કાળ કરીને બીજા દેવલોકમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહિતા દેવીઓમાં દેવીરૂપે ઉત્પન્ન થાય અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ફરી ક્રોડપૂર્વની આયુષ્ય- વાળી મનુષ્યાણીમાં કે તિર્યંચાણીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થઈને, ફરી બીજીવાર બીજા દેવલોકમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહિતા દેવીપણે ઉત્પન્ન થાય અને પછી મનુષ્યાણી કે તિર્યંચાણી રૂપે ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી તેની બે ક્રોડપૂર્વરૂપે અનેક ક્રોડપૂર્વની સ્થિતિ થાય છે અને બીજા દેવલોકમાં બે વારમાં ૫૫૫૫ = ૧૧૦ પલ્યોપમની સ્થિતિ થાય છે. આ રીતે સ્ત્રીવેદીની સ્થિતિ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૧૦ પલ્યોપમની થાય છે. અહીં અનેક ક્રોડપૂર્વમાં ૪ ભવોની અપેક્ષાએ બે ક્રોડપુર્વ છે. કારણ કે દેવીના લગાતાર બે ભવ જ થાય છે, અધિક ભવ થતા નથી;તે આ વર્ણનથી જ સ્પષ્ટ થાય છે. જો દેવી સાથેના ચાર ભવો સિવાય તિર્યંચાણી કે મનુષ્યાણીના સ્વતંત્ર રીતે ક્રોડપૂર્વની સ્થિતિના લગાતાર (જેટલા) ભવ થાય તો તેનો સમાવેશ પણ અનેક ક્રોડપૂર્વમાં થઈ શકે છે. (૨) દ્વિતીય આદેશાનુસાર - અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક અઢાર પલ્યોપમની સ્થિતિ છે. જો તે જીવ પૂર્વવતુ ક્રોડપૂર્વવર્ષની સ્થિતિ સહિત બીજા દેવલોકમાં પરિગૃહિતાદેવીરૂપે ઉત્કૃષ્ટપલ્યોપમની સ્થિતિએ બે વાર ઉત્પન્ન થાય, તો સ્ત્રીવેદીની કાયસ્થિતિ અનેક ક્રોડપૂર્વ અધિક ૧૮ પલ્યોપમની થાય છે.