________________
| અઢારમું પદ ક્રાયસ્થિતિ
૪૫૧ |
ઉત્તર- હે ગૌતમ! સવેદી જીવોના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી નિરંતર સવેદીપણે રહે છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલપ્રમાણ તથા ક્ષેત્રની અપેક્ષાએ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સવેદીપણે રહે છે. ५९ इत्थिवेदे णं भंते ! इत्थिवेदे त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! एगेणं आएसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं दसुत्तरं पलिओवमसयं पुव्वकोडिपुहुत्तमब्भहियं, एगेणं आएसेणं जहण्णेणं एगं समयं उक्कोसेणं अट्ठारस पलिओवमाई पुव्वकोडिपुहुत्तमब्भहियाई, एगेणं आएसेणं जहण्णेणं एगं समयं उक्कोसेणं चोद्दस पलिओवमाई पुव्वकोडिपुहुत्तमब्भहियाई, एगेणं आएसेणं जहण्णेणं एग समय उक्कोसेणं पलिओवमसयं पुव्वकोडिपुहुत्तमब्भहियं, एगेणं आएसेणं जहण्णेणं एगं समयं उक्कोसेणं पलिओवमपुहुत्तं पुव्वकोडिपुहुत्तमब्भहियं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીવેદી જીવ, સ્ત્રી વેદીપણે કેટલા કાળ સુધી રહે છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) એક અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક એકસો દશ પલ્યોપમ, (૨) એક અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક અઢાર પલ્યોપમ, (૩) એક અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ચૌદ પલ્યોપમ, (૪) એક અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વવર્ષઅધિક એકસો પલ્યોપમ અને (૫) એક અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક અનેક પલ્યોપમ સુધી સ્ત્રીવેદીપણે રહે છે. |६० पुरिसवेदे णं भंते ! पुरिसवेदे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુરુષવેદી જીવ પુરુષવેદીપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી પુરુષવેદીપણે રહે છે. | ६१ णपुंसगवेदे णं भंते ! णपुंसगवेदे त्ति पुच्छा? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं वणस्सइकालो । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! નપુંસકવેદી જીવ નપુંસકવેદીપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી નપુંસકવેદીપણે રહે છે. |६२ अवेदए णं भंते ! अवेदए त्ति पुच्छा ? गोयमा ! अवेदए दुविहे पण्णत्ते, तं जहासादीए वा अपज्जवसिए, सादीए वा सपज्जवसिए, । तत्थ णं जे से सादीए सपज्जवसिए से जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અવેદી જીવ અવેદીપણે કેટલા કાળ સુધી રહે છે ? ઉત્તર- હે ગૌતમ! અવેદીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિ અનંત અને (૨) સાદિ સાંત, તેમાં જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી નિરંતર અવેદીપણે રહે છે.