________________
૪૫૦ |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
દ્રવ્યનું ગ્રહણ-નિસર્ગ અંતર્મુહૂર્ત સુધી જ થાય છે, પછી વ્યવધાન પડે છે. કાયયોગીની કાયસ્થિતિ:- કાયયોગી જીવ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી કાયયોગી રહે છે. બેઇન્દ્રિયાદિ જીવોમાં વચનયોગ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં મનોયોગ હોય છે. જીવ મનોયોગ કે વચનયોગની પ્રવૃત્તિ માટે મનોવર્ગણા કે ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કાયયોગ દ્વારા જ કરે છે, તેથી તે બને યોગની પ્રવૃત્તિમાં કાયયોગ તો હોય જ છે, પરંતુ વચનયોગ કે મનોયોગની પ્રવૃત્તિ થતી હોય ત્યારે મનોયોગ કે વચનયોગની મુખ્યતા અને કાયયોગની ગૌણતા હોય છે. મનોયોગ કે વચનયોગના વ્યાપાર પછી પુનઃ કાયયોગ સ્વતંત્ર રીતે પ્રવૃત્ત થાય તે અપેક્ષાએ કાયયોગનો પ્રારંભ ગણાય છે અને મનોયોગ કે વચનયોગના વ્યાપાર સમયે કાયયોગનો અંત ગણાય છે. આ રીતે કાયયોગ સાદિ સાંત થાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે. અંતર્મુહૂર્ત પછી ફરી તે જીવ મન-વચનયોગમાં પ્રવૃત્ત થાય છે.
કાયયોગીની ઉત્કૃષ્ટ સ્થિતિ વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ પણ જીવ બેઇન્દ્રિયાદિ જાતિમાં જન્મ ધારણ કરીને ત્રસપણાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે જીવ સ્થાવરપણામાં જ રહે છે. સ્થાવર જીવોમાં એક માત્ર કાયયોગ જ હોય છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ સ્થાવરપણામાં જીવ અનંતકાલ વ્યતીત કરે છે. તેથી કાયયોગીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાલની છે. તે અનંતકાલ, વનસ્પતિકાયિક જીવોની કાયસ્થિતિ પ્રમાણ હોય છે. તેથી તેને માટે સૂત્રમાં વનસ્પતિકાલ શબ્દપ્રયોગ કર્યો છે. યોગની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ:યોગ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ
કારણ સયોગી
અનાદિ અનંત | અભવી જીવોની અપેક્ષાએ
અનાદિ સાંત ભવી જીવોની અપેક્ષાએ મનયોગી એક સમય
અંતર્મુહૂર્ત મનોવર્ગણાના પુલોનું ગ્રહણ-નિસર્ગ
અંતર્મુહૂર્ત સુધી જ થાય છે. વચનયોગી | એક સમય
અંતર્મુહૂર્ત ભાષા વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ-નિસર્ગ
અંતર્મુહૂર્ત સુધી જ થાય છે. કાયયોગી | અંતર્મુહૂર્ત | વનસ્પતિકાલ વનસ્પતિકાલમાં એક માત્ર કાયયોગ હોય છે. અયોગી | x
સાદિ અનંત સિદ્ધ ભગવાનની અપેક્ષાએ. (૬) વેદ દ્વાર:५८ सवेदए णं भंते ! सवेदए त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! सवेदए तिविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवढे पोग्गलपरियट्टं देसूणं । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! સવેદી જીવ કેટલા કાળ સુધી સવેદીપણે રહે છે?