________________
| અઢારમું પદ ક્રાયસ્થિતિ
[ ૪૪૯ ] ५६ कायजोगी णं भंते ! कायजोगि त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्त, उक्कोसेणं वणस्सइकालो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયયોગી કેટલાકાળ સુધી કાયયોગીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. [५७ अजोगी णं भंते ! अजोगीति कालओ केवचिरं होइ ? गोयमा ! साईए अपज्जवसिए। ભાવાર્થ : પ્રશ્ન- હે ભગવન્! અયોગી કેટલા કાળ સુધી અયોગીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! સાદિ અનંતકાળ સુધી રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગીની કાયસ્થિતિ સંબંધી પ્રરૂપણા છે. સયોગી - મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહે છે. જે જીવ યોગસહિત હોય, તેને સયોગી કહે છે. જન્મથી મૃત્યુપર્યત કાયયોગ તો હોય જ છે પરંતુ મનયોગ, વચનયોગમાં તેમ નથી. મનોવર્ગણાના પુગલને મન રૂપે પરિણાવી તે પુલને મૂકે છે ત્યારે જ તે જીવ મનયોગી હોય છે અને ભાષાવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરી, ભાષા રૂપે પરિણાવીને તે પુગલને મૂકે ત્યારે જ તે જીવ વચનયોગી હોય છે. તે અપેક્ષાએ જ અહીં તેની કાયસ્થિતિ સમજાવવામાં આવી છે. ભવભ્રમણ કરતો જીવ અનાદિકાલથી જ સયોગી હોય છે. સયોગી અવસ્થા તેરમા ગુણસ્થાન સુધી હોય છે. જ્યારે તે જીવ ચૌદમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે, ત્યારે અયોગી થાય છે.
જે જીવ કદાપિ અયોગી કેવળી અવસ્થાને પ્રાપ્ત કરવાના જ નથી તેવા અભવી જીવોને સયોગીપણું અનંતકાલ સુધી રહે છે. તેથી અભવી જીવોની અપેક્ષાએ યોગીપણું અનાદિ અનંત છે અને જે જીવો અયોગી કેવળી અવસ્થાને પ્રાપ્ત કરવાના છે, તેવા ભવી જીવોની અપેક્ષાએ યોગીપણું અનાદિ સાંત છે. અયોગીની કાયસ્થિતિ -ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો તથા સિદ્ધના જીવો અયોગી હોય છે. સિદ્ધાવસ્થાની આદિ તો થાય છે પણ અંત થતો નથી તેથી અયોગીપણું સાદિ અનંત છે. મનયોગીની કાયસ્થિતિ - મનયોગી જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી મનયોગીપણે રહે છે. જ્યારે કોઈ જીવ પ્રથમ સમયમાં ઔદારિક કાયયોગ દ્વારા મનોયોગ્ય પુગલોને ગ્રહણ કરીને, બીજા સમયમાં તેને મનરૂપે પરિણાવીને ત્યાગે છે અને ત્રીજા સમયમાં જો અટકી જાય અથવા મૃત્યુ પામે, તો મનોયોગીની સ્થિતિ જઘન્ય એક સમયની થાય. જ્યારે જીવ નિરંતર મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી, તેને મન રૂપે પરિણાવીને ત્યાગ કરે, તો તે અંતર્મુહૂર્ત સુધી જ મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ-નિસર્ગ કરી શકે. ત્યાર પછી અવશ્ય અટકી જાય અને એક સમય કે અંતર્મુહૂર્તના વ્યવધાન પછી બીજીવાર મનોવર્ગણાનું ગ્રહણ-નિસર્ગ કરે છે. કાળની સૂક્ષ્મતાના કારણે સામાન્ય મનુષ્યને વચ્ચેના વ્યવધાનનો અનુભવ થતો નથી, તેથી મનોયોગીની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે. વચનયોગીની કાયસ્થિતિ :- વચનયોગીની કાયસ્થિતિ મનોયોગી સમાન છે. વચનયોગી જીવ ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને છોડે છે ત્યારે ભાષા બોલાય છે. લાંબા સમય સુધી બોલતી વ્યક્તિને ભાષા