________________
મંડિત કરી આપ્યું....ગુજરાત કેસરી ગચ્છનાયક શ્રી બા.બ્ર.પૂ.ગિરીશમુનિ મ.સા, આગમ દિવાકર પૂ. બા.. જનકમુનિ મ.સા. તથા નિડરવક્તા પૂ. જગદીશમુનિ મ.સા. કે જેઓએ મને હંમેશા અમી નજરે નિહાળી છે, તે સર્વ પૂજ્યશ્રીઓએ સમયે-સમયે હિત શિક્ષાઓનું દાન કર્યું છે.
આ ભાવાનુવાદના કાર્યનો શુભારંભ જેઓના વાત્સલ્ય વિવેક ભર્યા સાંનિધ્યમાં થયો, મારા મહદ્ ભાગ્યે જેમનું આજ્ઞા સાંનિધ્ય મળ્યું, જેના અંતરના આશીર્વાદ નિરંતર અનુભવું છું એવા અધ્યાત્મ યોગીરાજ ધ્યાન સાધક પૂ.બા.બ્ર. શ્રી હસમુખમુનિ મ.સા. તપસ્વીરત્ન સરળમના બા.બ્ર. પૂ. ગજેન્દ્રમુનિ મ.સા. અને શાસન પ્રભાવક પૂ. બા. બ્ર. નમ્રમુનિ મ.સા. આદિ સર્વ ગુરુ બંધુઓને તો હું શું વિસરું? એમની પણ સદા સદ્ભાવના રહી છે.
સંસ્કારદાત્રી ગુરુમાતામહ મંગલમૂર્તિ પૂજ્યવારા શ્રી મુક્તાબાઈ મ.સ. અને અપ્રમત્તભાવ સેવી મારા ખાસ ઉપકારી ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મ.સ. એ મારામાં અપૂર્વ સંસ્કારોનું સિંચન કર્યું છે. આ આગમ અનુવાદ ભાવનાના ઉદ્ભાવિકા પૂ. બા. બ્ર. ઉષાબાઈ મ.સ.નું ઋણ મારા અંતરમાં અંકિત છે.
મારા પરમ ઉપકારી ગુણીમૈયા જેઓના હૃદયે મારા માટે સ્નેહની અજસ સરવાણી વહી રહી છે, જેઓએ મને હંમેશાં ઉત્તમ કાર્યો પ્રતિ પ્રેરી છે, પ્રશંસી છે, મારી હર ભાવનાના સાક્ષી પૂ. બા.. શ્રી ભારતીબાઈ મ. સ. (બાપજી)ની મમતાએ મને સંયમની વાટ દેખાડી છે, પ્રત્યક્ષ પરોક્ષ પ્રેરણાદાત્રી એવા મમ સહોદરી અને ગુરુભગિની સ્વ. પૂ. બા.બ્ર. હર્ષિદાબાઈ મ.સ. આદિ સર્વ ગુરુતત્ત્વના શ્રી ચરણે શ્રદ્ધા ભર્યા વંદન !!!
આગમ સંપાદનના અપદક છતાં સર્વે સર્વા આગમ મનીષી પૂ. બા. બ્ર. શ્રી ત્રિલોકમુનિ મ.સા. કે જેઓના પિતૃહૃદયે મારા પ્રતિ હંમેશ પુત્રીવત્ ભાવના રહી છે. પ્રધાન સંપાદિકા ગુરુણીમૈયા પૂ. બા. બ્ર. લીલમબાઈ મ.સ. તથા સહસંપાદિકા શ્રુતજ્ઞાનના મારા ભૂતપૂર્વ સહાધ્યાયી સાધ્વી શ્રી ડૉ. આરતી અને શ્રી સુબોધિકાજી આદિ સંપાદક મંડળે આ આગમને પારસ સ્પર્શ આપી સો ટચનું સુવર્ણ બનાવ્યું છે. તેઓશ્રીને મારા અહોભાવપૂર્વકના વંદન.
આ ભગીરથ કાર્યમાં મારા ક્ષણેક્ષણના મૂક સાથી, સહયોગી પીઠબળસમા પૂ. બા.બ્ર. પ્રિયદર્શનાબાઈ સ્વામી, શ્રી વિદુબાઈ મ. અને શ્રી રૂપલબાઈ મ. ને પણ મારા ભાવભર્યા વંદન. આ તકે મારા પરમ હિતસ્વી પૂ. બા. બ્ર. શ્રી ઉર્મિબાઈ સ્વામીના ઉપકારને પણ હૃદયથી વંદુ છું.
44