________________
ઘાટકોપર હિંગવાલા સ્થા. જૈન સંઘ સંચાલિત શ્રમણી વિદ્યાપીઠના પિતૃવત્સલ મોટા પંડિતજી શ્રીમાન શોભાચંદજી ભારિલ્લ તેમજ નાના પંડિતજી શ્રી રોશનલાલજી જૈન, આ બંને પંડિતોનો જ્ઞાનના ક્ષેત્રે મારી શ્રુતદષ્ટિ ખોલવામાં મહત્વનો ફાળો છે, મારા માટે તેઓશ્રીનો ઉપકાર અવિસ્મરણીય છે.
જેઓએ અપાર વાત્સલ્ય સહ ઉત્તમ સંસ્કાર તેમજ ધર્મભાવનાના બીજનું મારામાં વાવેતર કર્યું છે એવા માત—તાત સ્વ. શ્રી લીલાવંતીબેન અને સ્વ. શાંતિલાલ મૂળચંદ ટીંબડીયાની યાવત્ જીવન ઋણી છું.
શરૂઆતથી લઈને અંત સુધી મારા કાર્યને વેગ આપવામાં તથા ભાષા દોષને શુદ્ધ કરી સજાવી કડીબદ્ધ કરવામાં સહયોગી સાક્ષર ડૉ. શ્રી રસિકભાઈ મહેતા (જગડુશા—ઘાટકોપર) તથા શ્રી અશોકભાઈ જયંતિલાલ અજમેરા (રાજાવાડી– ઘાટકોપર) પ્રતિ અહોભાવની લાગણી અનુભવું છું.
આ તબક્કે ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા આગમનું પ્રકાશન કરી રહેલા ભામાશા શ્રી રમણિકભાઈ શાહ, પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા મુદ્રક શ્રી નેહલભાઈને મારા હાદિર્ક સાધુવાદ સહ ધન્યવાદ છે.
વૃત્તિકાર આચાર્ય શ્રી મલયગિરિ, યુવાચાર્ય મધુકર મિશ્રીમલજી મ.સા. તથા પૂજ્યવર શ્રી જ્ઞાનમુનિ મ.સા. આદિ પ્રતિ પણ અનુગ્રહિત છું.
આ આગમને ગ્રંથારૂઢ કરવાના યશભાગી શ્રુતાધારોની શ્રુતભક્તિ અને ગુરુભક્તિને અનેકશઃ અભિનંદન સહ સાધુવાદ.
સર્વ નામી અનામી કૃતજ્ઞજનોની સ્નેહ સિક્ત સહાયે આવા ગહન આગમના ભાવોનું યત્કિંચિત્ અવગાહન કરી-કરાવી શકી છું; તે સર્વને કૃતજ્ઞભાવે વંદના...
અભિવંદના !!!
મારી છદ્મસ્થતા તથા અલ્પમતિને કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાણું કે આલેખાણું હોય તો ત્રિવિધે ત્રિયોગે મિચ્છામિ દુક્કડમ્....
45
–ગુરુપાદ પદ્મરેણુ ભારતશિશુ
સાધ્વી સુધા