________________
વર્ણન છે.
આ પદોમાં પ્રત્યેક વિષયોનું વર્ણન પ્રાયઃ સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવોના માધ્યમથી છે.
આ રીતે વિવિધ વિષયોના નિરૂપણ દ્વારા સૂત્રમાં સમસ્ત જીવોની વિવિધ સ્થિતિનું દર્શન છે તેમાંથી સાધક સ્વયની સ્થિતિ નિશ્ચિત કરીને આત્મવિકાસના એક એક સોપાનનો સર કરતાં અંતે સમસ્ત કર્મોના આત્યંતિક નાશ કરીને અંતક્રિયા કરી શકે છે, તે જ સૂત્રકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે. કૃતજ્ઞતાઃ વંદન - વિ. સં. ૨૦૫૪ એટલે સૌરાષ્ટ્ર કેસરી મહામહિમ પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રી પ્રાણગુરુદેવનું જન્મ શતાબ્દી વર્ષ. આ પાવન વર્ષને ચિર સ્મરણીય બનાવવા પ્રાણ પરિવારના સંત-સતીજીઓનો ઉત્સાહભર્યો સહિયારો પુરુષાર્થે આગમમનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ.સા, પ્રધાન સંપાદિકા મમ માતામહ ગુસ્સીમૈયા ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મ.સ., સહયોગી સંપાદક, પ્રકાશક તથા દાતાઓના તત્ત્વાવધાનમાં એક પછી એક આગમોના અભિનવ સંપાદિત સંસ્કરણો પ્રકાશિત થઈ રહ્યા છે તે આગમોની શૃંખલામાં કડી રૂપે જોડાવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ભાગ-ર જ્યારે સાકાર થઈ રહ્યો છે ત્યારે એક-એક કૃપાળુઓની કૃતજ્ઞતા સ્મૃતિ મારા હૃદયને ભીંજવતી જાય છે, આ અનુસંધાને શાસનપતિથી લઈને શ્રુતશાસન સેવકોના આશીષ, સહકાર, સંસ્કાર
જિનાગમો આત્મ સુધારણા અને આત્મપ્રાપ્તિના અમૂલ્ય દસ્તાવેજો છે. એમાં પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર દષ્ટિવાદ સૂત્રની “લઘુત્તમ આવૃત્તિ' કહેવાય છે. આવા ગૂઢતમ આગમ અનુવાદનું મહત્તમ કાર્ય મારા સંવિભાગે આવ્યું અને એ કાર્ય સંપન્ન થયું, એમાં સૌ પ્રથમ ઉપકારી છે શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને શ્રી ગણધર ભગવંતો. એમની કૃપા થકી જ મને ગળથૂથીમાં શ્રુત-ચારિત્રરૂપ દ્વિધારમય જયવંતુ જિનશાસન મળ્યું.
પૂર્વજ્ઞાની શ્રી શ્યામાચાર્યનું આ સંકલન વારસામાં મળ્યું. પૂજ્યપાદ શ્રી ડુંગરજય-માણેક-પ્રાણ ગુરુસમાં ગુણનિધાન ચારિત્ર સંપન્ન મહાપુરુષોનું ઉજ્જવળ ગુરુકુળ સાંપડ્યું. તપ સમ્રાટ-તપોધની પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. ના શ્રીમુખેથી ચારિત્ર રત્ન અને વાત્સલ્ય ભરપૂર શિષ્યત્વ લાધ્યું. આવા દેવાધિદેવ, દેવ-સ્વરૂપમહાપુરુષોના શ્રી ચરણે આસ્થાભર્યા અંતરના વંદન !!!
ગચ્છશિરોમણી.પરમદાર્શનિક અમારી અણમોલી અમાનત પૂ.બા.બ્ર. શ્રી જયંતિમુનિજી મ. સાહેબે સોનામાં સુગંધ મેળવી આ આગમને એક નૂતન “અભિગમે'
43