________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી સુધાબાઈ મ.
શ્રી પ્રજ્ઞાપના સુત્ર ભાગ-૨માં ૬ થી ૨૦ પદનો સમાવેશ કર્યો છે. તેમાં એક દશમાં ચરમ પદને છોડીને શેષ સર્વ પદમાં જીવની જ વિવિધ અવસ્થાઓથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે.
છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં ૨૪ દંડકના જીવોના જન્મ અને મરણનો વિરહકાલ તથા તેના આગતિ અને ગતિ સ્થાનોનું વિસ્તૃત વર્ણન છે. સાતમા પદમાં જીવોના શ્વાસોશ્વાસના કાલમાનનું, આઠમા પદમાં દશ પ્રકારની સંજ્ઞાનું, નવમા પદમાં જીવોના ઉત્પત્તિ સ્થાન રૂપ વિવિધ પ્રકારની યોનિનું નિરૂપણ છે.
દશમા ચરમ પદમાં વિવિધ પુગલ સ્કંધોની અવગાહના અનુસાર તેમાં ચરમઅચરમ વગેરે ૨૬ ભંગોનું સૂક્ષ્મતમ પ્રતિપાદન છે.
અગિયારમા પદમાં ભાષાની ઉત્પત્તિ, ભાષા પરિણમન, ભાષાના ભેદ-પ્રભેદ વગેરે વિષયોનું સ્પષ્ટીકરણ છે. બારમા પદમાં ૨૪ દંડકના જીવોના બદ્ધ અને મુક્ત શરીરની સંખ્યાની પ્રરૂપણા છે, તેરમા પદમાં જીવ અને અજીવના વિવિધ પરિણામો, ચૌદમા પદમાં કષાયના ભેદ-પ્રભેદ અને પંદરમા પદમાં દ્રવ્યેન્દ્રિય, ભાવેદ્રિય વગેરે ઇન્દ્રિય સંર્બોધિત ગહનતમ વર્ણન છે. સોળમાં પદમાં જીવના પંદરે પ્રકારના પ્રયોગ તથા ૨૪ દંડકના જીવોમાં તેની શાશ્વતા-અશાશ્વતતા જન્ય વિવિધ ભંગ-પ્રરૂપણા છે. સત્તરમા પદમાં છ વેશ્યા, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્થિતિ, મૃત્યુ અને જન્મ સમયની લેશ્યાની સમાનતા વગેરે જીવોના આત્મપરિણામોનું ગહનતમ વર્ણન છે, જે સાધકોને પરિણામ વિશુદ્ધિ માટે પ્રેરક બને છે.
અઢારમા પદમાં જીવોની કાયસ્થિતિના કથનથી જીવના અનંત સંસાર પરિભ્રમણને પ્રગટ કર્યું છે. ઓગણીસમાપદમાં સાધનાના પ્રથમ સોપાન સ્વરૂપ સમ્યગદર્શનનું ૨૪ દંડકના જીવોમાં પ્રતિપાદન કર્યું છે અને વસમા પદમાં અંતિમ લક્ષ્ય રૂપ મોક્ષ પ્રાપ્તિ માટે અંતક્રિયા સંબંધી સૂક્ષ્મતમવિશ્લેષણ છે તેમજ એક સમયમાં અંતક્રિયા કરનારા જીવોની સંખ્યા, તીર્થકર, ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષોની આગતિનું
42