________________
પ્રત્યેક પદના પ્રારંભમાં સંક્ષિપ્ત પરિચય, વિષયાનુસાર વિવેચન, વિવેચનના અંતે તેના સારગર્ભિત કોષ્ટકો, આવશ્યકતા અનુસાર રેખાચિત્રો વગેરે કાર્યો આ સંપાદનની વિશેષતા છે.
આ મહત્તમ કાર્યની સફળતામાં ફક્ત અમારા સતિવૃંદનો પ્રત્યક્ષ પુરુષાર્થ નહીં પરંતુ અદશ્ય શક્તિ અને પરોક્ષ પ્રેરણા કામ કરી રહી છે તેવું અમો સદાય અનુભવી રહ્યા છીએ. અનંત ઉપકારી, શ્રદ્ધા કેન્દ્ર બિંદુ સમ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ની અહર્નિશ પ્રાપ્ત થતી આશીર્વાદની વર્ષો, સંયમી જીવનના ઘડવૈયા ઉપકારી ગુસ્સીમૈયા મુખ્ય સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ.ની પાવન નેશ્રા તથા તેમની જિનવાણી પ્રત્યે તીવ્રતમ અચિ, કાર્યપૂર્ણતાની અવિરત લગન વગેરે પરિબળોથી જ અમારું કાર્ય પુષ્પિત થઈને ખીલી ઉઠયું છે.
અમારા કાર્યનો સંપૂર્ણ ભારવહન કરનાર, પાયાના પથ્થર સમ આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. નો તીવ્ર ક્ષયોપશમ તથા કાર્ય સંપન્નતા માટે અપ્રમત્ત યોગે થઈ રહેલો પુરુષાર્થ અમારા માટે વંદનીય અને અનુમોદનીય છે.
ગુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. તરફથી કાર્ય કરવા માટે પ્રાપ્ત થતી સર્વાગી અનુકુળતા જ અમારી કાર્યશક્તિ છે. તે જ રીતે ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ રત્નાધિકો તથા અનુજ સતિવૃંદની સદ્ભાવનાનો સથવારો હંમેશાં અમારી સાથે છે.
બસ!નામી-અનામી સર્વઉપકારીજનો પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ. અંતે આ આગમ સંપાદન કાર્ય અમારી બુદ્ધિની શુદ્ધિ કે યોગ શુદ્ધિથી આગળ વધીને ઉપયોગની શુદ્ધિ તરફ લઈ જાય, એ જ મંગલ ભાવના સાથે વિરામ પામીએ છીએ.
આગમ સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ ક્ષમાયાચના..
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-સાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી! શરણુ ગ્રહ્યું ૫. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.