________________
વિષયક કેટલાક શબ્દો વધારે હોય તેવું જણાય છે.
| ઉપલબ્ધ પ્રત્યેક પ્રતમાં તે પાઠ છે. અખિલ ભારતીય જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ દ્વારા પ્રકાશિત પ્રજ્ઞાપના સૂત્રમાં તેની નોંધ અને તદ્વિષયક વિવેચન ટિપ્પણમાં આપ્યું છે. અમે તે સૂત્રપાઠ અને તેના ભાવાર્થને ક્રૌંસમાં ઈટાલી ટાઈપમાં આપ્યો છે અને ત્યાં જ તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
અઢારમા કાયસ્થિતિ પદમાં ગતિ, ઇન્દ્રિય આદિ વીસ દ્વારના માધ્યમથી જીવોની કાયસ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. તેમાં મૂળપાઠમાં ક્યાંકલિપિદોષની સંભાવના જણાય
જેમ સૂત્ર નં. ૧૦૯ માં કાય અપરિત્તની સ્થિતિ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ કહી છે. ત્યાં સમજવાનું છે કે નિગોદના જીવો કાય અપરિત્ત છે. સુત્ર નં.૪૫ માં નિગોદની કાયસ્થિતિ અનંતકાલ-અઢી મુગલ પરાવર્તન પ્રમાણ કહી છે. અહીં નાવ... પાઠમાં કંઈક અલના જણાય છે. ૩જો મળતા નાવ वणस्सइकालो न। स्थाने जाव अड्डाइज्जा पोग्गल परियट्टा 16 यथोथित થઈ શકે છે.
તે જ રીતે આ પદમાં ભાષક-અભાષક જીવોની કાયસ્થિતિનું કથન છે. તેમાં સૂત્ર ૧૦૪માં અભાષક જીવોની કાયસ્થિતિમાં બે પ્રકારના પાઠ ઉપલબ્ધ છે. એક પાઠમાં અભાષક જીવોના ત્રણ ભેદ કહ્યા છે, અમારા વિશે પUારે તંગ, માપ અપન્ગવgિ... અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાત્ત બીજા પાઠમાં અભાષક જીવોના બે ભેદ કહ્યા છે સૂત્ર નં.૧૦૪ અમાસ સુવિહે પત્તે તં નહીં, સાફ સપનવસ... સાદિ સાત્ત અને સાદિ અનંત.
આ બંને પાઠમાં ત્રણ ભેજવાળા પાઠમાં સિદ્ધ જીવોનો સમાવેશ થાય તેવો ભંગ નથી. સિદ્ધ જીવો અભાષક છે. તેથી શ્રી જીવાભિગમ સૂત્રના આધારે બીજો પાઠ યથાસંગત જણાતા અમે બીજા પાઠને સ્વીકાર્યો છે.
આ રીતે સંપાદન કાર્યમાં ક્યારેક સૂત્રપાઠ વિચારણીય બની જાય, ક્યારેક લિપિદોષ આદિ કારણે ક્યાંક અલના થઈ હોય તેવું પ્રતીત થાય. ક્યારેક પ્રચલિત પરંપરાથી આગમ પાઠમાં કાંઈક ભિન્નતા જણાય, આવા અનેક પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે અન્ય આગમોના સંદર્ભો તથા ટીકા ગ્રંથોનું અનુશીલન કરીને સંપાદન મંડળે યોગ્ય નિર્ણય કરવો પડે છે. જેથી વાચક વર્ગને આગમ સ્વાધ્યાય કરતાં પરસ્પર વિરોધ ન થાય અને શાસ્ત્રના ભાવોને યથાર્થ રીતે પામી શકે તે માટે યોગ્ય સ્થાને અમે તે તે વિષયોનું વિવેચન આપ્યું છે.
40