________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા શ્રી દષ્ટિવાદ અંગ સૂત્રના નિચંદ રૂપ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યની સ્વાભાવિક–વભાવિક વિવિધ અવસ્થાઓનું ગહનતમ વર્ણન છે
પ્રત્યેક સાધકનું લક્ષ્ય વિભાવથી દર થઈને સ્વભાવમાં સ્થિર થવાનું હોય છે. આગમ ગ્રંથોમાં સ્વભાવ સ્થિરતાના જ ઉપાયો વિવિધ પ્રકારે પ્રદર્શિત કયા હોય છે.
જેમ અંધકારથી દૂર થવા માટે અંધકાર અને તેને દૂર કરવાના ઉપાયોની સ્પષ્ટ માહિતી અનિવાર્ય છે તેમ વિભાવથી દૂર થવા માટે પ્રત્યેક વૈભાવિક પરિસ્થિતિની જાણકારી સાધક જીવનમાં જરૂરી બની જાય છે. તેથી જ પૂર્વાચાર્યોએ દ્રવ્યાનુયોગનું પ્રાધાન્ય ધરાવતા આગમ ગ્રંથોમાં જીવની વિવિધ વૈભાવિક અવસ્થાઓનું સૂક્ષ્મતમ નિરૂપણ કર્યું છે. તે સાધકની અનુપ્રેક્ષાનો મહત્તમ વિષય બની શકે છે. સાધક પોતાની સ્વાભાવિક અને વૈભાવિક પરિસ્થિતિની અનુપ્રેક્ષા કરતાં ક્રમશઃ અતુલ ઊંડાણને પામી, શુદ્ધ સત્ ચિત્ આનંદ સ્વરૂપી આત્મા સાથે અનુસંધાન કરી શકે છે.
આવા ગહનતમ વિષયોનું આલેખન અને સંપાદન અમોને અપ્રમત્ત અને સતત સજગ બનાવે છે. પ્રત્યેક વિષયોના ભાવો વાચકોના અંતરમન સુધી સરળતાથી પહોંચી શકે તે જ અમારો સમગ્ર પુરુષાર્થ છે.
- છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં સૂત્રકારે ૨૪ દંડકના જીવોની આગતિ અને ગતિનું વર્ણન જીવના ૧૧૧ ભેદના માધ્યમથી કર્યું છે. પરંતુ થોકડામાં જીવના પ૩ ભેદથી ગતાગતનું વર્ણન પ્રચલિત છે. અમોએ સૂત્રકારના કથનાનુસાર કોષ્ટક આપ્યા પછી પ૩ ભેદના આધારે પણ ગતાગતનું કોષ્ટક આપ્યું છે.
ગતાગતના થોકડામાં છ નરકની ગત ૧૫ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને પાંચ સંજ્ઞી તિર્યંચ તે ૨૦ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત આ ૪૦ ભેદની ગત એક સમાન કહી છે. પરંતુ આગમ પાઠમાં આગત પ્રમાણે જ તેની ગતનું કથન કર્યું છે અર્થાત્ છ એ નરકના નારકીની આગતિની જેમ તેની ગતિમાં પણ ભિન્નતા છે.
શ્રી ભગવતી સૂત્રગત ગૌશાલકના અને શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રગત દ્રૌપદીના દીર્ઘકાલીન ભવભ્રમણનો વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે આગમ કથન જ યથાસંગત છે અમે છઠ્ઠા પદમાં તવિષયક સ્પષ્ટીકરણ આપ્યું છે.
પંદરમા ઈન્દ્રિય પદમાં સૂત્રપાઠમાં વનસ્પતિકાયિક જીવોની બદ્ધ દ્રવ્યન્દ્રિયો
39
6