________________
કર્યો છે. તેમના પુરુષાર્થને અનેકશઃ સાધુવાદ આપું છું અને મહેચ્છા કરું છું કે તેઓ પ્રજ્ઞાપના સૂત્રને ઘટમાં ઉતારી નિશ્ચય ધર્મકલાને આચરણમય બનાવી, અખંડ પ્રજ્ઞાનું અનુસંધાન કરે
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
આગમનિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુપ્રાણ ફાઉન્ડેશનના માનસભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભરહૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રુતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના કૃતાધાર એવં ચંદનબાઈ મ. ની સંયમ રજત જયંતિના શ્રતાધાર બનનાર શ્રાવકશ્રીને અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ શ્વ जिणाण-खमामि सव्वजीवाणं ।
માંઉપથ લશન્યતો, વંચાલ
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય, તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા - આર્યા લીલમ.
(38