________________
તેં લાવેલા પંદર મુક્તાફલો આપણે જોઈ લીધા. હવે તેનું એકાંતમાં બેસીને પઠન– પાઠન કરતાં જ્ઞાનામૃતનું ભોજન આપણે કરશું. આ અંતક્રિયામાં તીર્થંકરો—ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ, માંડલિક રાજા, સેનાપતિ, ગાથાપતિ વગેરે પદવીની વાતો સંગ્રહાયેલી પડી છે. ચક્રવર્તીના ચૌદ રત્નોની ઉત્પત્તિ વગેરે અનેક વાતોથી આ મુક્તાફલ છલોછલ ભર્યું છે. તેને વાગોળીને આપણે વિચાર કરશું.
ચાલો આપણે આપણા સમાચારીના સરોવરમાં પાછા પહોંચી જઈએ. અમે વિચારી તેઓ તાજામાજા બનતા મારા યોગમાં રાજહંસમાંથી કાલહંસ બનેલો ઉપયોગ જોડાઈ ગયો. હવે શું આવશે તે યથા અવસર કહેશું.
આ પ્રજ્ઞાપના સૂત્રનો બીજો ભાગ ગતાગતિ, વ્યુત્ક્રાંતિના છઠ્ઠા પદથી ચાલુ થયો અને અંતક્રિયામાં પૂર્ણ થઈ રહ્યો છે. શ્યામાચાર્યની અજાયબી ૩૬ પદની છે. તેમાંથી ૨૦ પદની અજાયબી પૂરી થાય છે. તે મલયગિરિના મુક્તાફલમાં સમાઈ ગઈ છે.
આ બીજો ભાગ સર્વ જીવોને સુખાવહ નીવડી પ્રશાશીલ બનાવે તેવી શુભકામના. આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતા અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાઘ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા અને વિદુષી ભારતીબાઈમ.ના શિષ્યા વ્યવહારધર્મ કલા પરાયણા, સુજ્ઞા સાધ્વીજી બા. બ્ર. સુધાબાઈ મહાસતીજી. જેમણે મોહમયી નગરીમાં રહી પ્રવચન સંભળાવતા તેમાંથી સમય ફાળવી અનુવાદ કરવાનો સ્વાધ્યાય
37