________________
સાથે રહીશું.
મારા કલહંસને મઝા પડી ગઈ. ચેતના બહેનની શીખામણ સાંભળીને, મારે સાથે જ રહેવું છે, તમને છોડીને કોઈ જગ્યાએ ચાલ્યો નહીં જાવ'. એમ કહીને ખુશ થતો ઓગણીસમું મુક્તાફલ ખોલીને લાવ્યો.
જુઓ બહેન જુઓ...બહેને જોયું અને વાંચ્યું ઓગણીસમું પદ સમ્યક્ત્વ. સમ્યક્ત્વનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે—
સમજની એક સેકન્ડ અણસમજનો અનંતકાળ !
મ્યાન—તલવારવત્ શરીર અને આત્માના ભેદ સમજો !
યમ–નિયમ પાત્રતા કેળવવાની જડીબુટ્ટી છે !
ક્યારા સંયમના જ્ઞાન વારિથી સીંચો ! ત્યાગ વિના વૈરાગ્ય કદી ટકતો નથી ! વરો શીવપદને જેથી પુનરાગમન ન થાય !
ચેતના બહેન બોલી- સાંભળો વીરા ! આપણે સદાકાળ સાથે જ અપ્રતિબંધ પણે
રહેવું હોય તો પ્રતિબંધ કરનાર મિથ્યાત્ત્વાદિ હેતુને ટાળી, સમ્યગ્દષ્ટ કેવળી, ક્ષાયક સમિકતી બની જા. ચારિત્ર મોહનો નાશ કરવા સમ્યગ્દષ્ટિનું હથિયાર સમ્યગ્દર્શન કામયાબ બની પડે છે. આવી દૃષ્ટિ ચોવીસ દંડકમાં ભવ્ય જીવોને પંચેન્દ્રિય જીવોને જ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયમાં તો મિથ્યાદષ્ટિ જ હોય છે. વિકલેન્દ્રિયમાં બે દષ્ટિ હોય પણ સમ્યગ્દષ્ટિ છ આવલિકા પ્રમાણે હોય છે. બાકીના જીવોમાં ત્રણ, બે, એક દષ્ટિ હોય છે.
કર્મભૂમિનો માનવ આ શસ્ત્ર દ્વારા મોક્ષ મેળવી શકે છે. તેનું વર્ણન આ મુક્તાફલના રસાયણમાં છે. પદનું નામ જ છે– દેવ, ગુરુ, ધર્મની ઉપર સમ્યગ્ શ્રદ્ધા, દ્રવ્ય અને ભાવથી શુદ્ધ રાખવી. આ મોક્ષ જવાનો ઉપાય છે. હવે ખોલ વીસમું મુક્તાફલ.
કલહંસ સુંદર ગતિથી ચાલીને વીસમું મુક્તાફલ ખોલી નાંખ્યું અને બહેનને દેખાડયું બહેન તેની જિજ્ઞાસા ઉપર ઓવારી ગઈ અને બોલી વાંચ જોઈએ. તેણે વાંચ્યું. વીસમું પદ અંતક્રિયા. અંતક્રિયાનો અક્ષરશઃ અર્થ કરું છું તે તું સાંભળ–
અંતરપટ ખોલી દ્વાદશાંગી આગમનું જ્ઞાન કરો ! તરવાનું પરમ સાધન માનવ દેહ છે !
ક્રિયા સધર્મની એવી કરો કે મોક્ષે લઈ જાય, તેથી યાચના ક્યારે ય ભૌતિક સામગ્રીની કરવી ન પડે !
આ છે અંતક્રિયા તે કરવાનો સામાર્થ્યયોગ, એક માનવને જ મળ્યો છે બાકીના શેષ જીવોને તેમાંથી નીકળી મનુષ્યનો ભવ પામે તો જ, પુરુષાર્થ ઉપડે તો જ, કાળલબ્ધિ પાકી ગઈ હોય, તો જ અંતક્રિયા કરી જીવ મોક્ષે જાય છે. કોણ કોનાથી કેટલા જીવો નીકળીને અંતક્રિયા કેમ કરે છે ? તેનું રસાયણ આ મુક્તાફલમાં બહુ મજાનું પડ્યું છે. બસ હવે રાખીશું.
36