________________
The .
બનશે
લેખા જોખા કર્મના સમજી સન્માર્ગે વહો! શ્યામલ કષાયાદિ ભાવોને દૂર કરી આત્મભાવમાં રહો! યાદ કર તું છો નિજ સ્વરૂપના ગુણ ખજાનો!
લેશ્યા છ પ્રકારે છે. તેના બે વિભાગ છે– શુભ અને અશુભ. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જીવના ભાવ પ્રમાણે પરિણમે છે અને જગ્યાએ પરિણામાંતર પામી શકે છે? કંઈ જગ્યાએ વેશ્યા બદલતી નથી? સારી લેશ્યાવાળા જીવો ઉપર ઉઠે છે. નરસી લેશ્યાવાળા જીવો નીચેને નીચે જાય છે; તે સલેશી જીવો કહેવાય છે. જે વેશ્યાના ભાવો હોય તે પ્રમાણે સંબોધન થાય છે, યથા કે કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી, તેજોલેશી, પાલેશી, શુક્લલેશી. આ રીતે ચોવીસ દંડકના જીવોમાં કંઈ લેશ્યા લાભે તેની અવગાહના, આહાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરેનું વર્ણન છે. તેના છ ઉદ્દેશક છે. તેને બરાબર ખ્યાલમાં રાખીને સમજી લેજે. આ લેયા બે પ્રકારે છે– દ્રવ્યલેશ્યા અને ભાવ વેશ્યા.
વાંચન કરીને પ્રશ્ન ઊઠે તો જ્ઞાની ગુરુદેવો પાસે સમાધાન કરજે કલહંસે જ્ઞાની બનીને કહ્યું બરાબર છે. મારે તો હવે વેશ્યાતીત બનવું છે. મને બરાબર સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે. હવે અઢારમું મુક્તાફલ લાવું છું.
ચેતના બહેન બોલ્યા, લાવ ભાઈ લાવ. કલહંસ લાવ્યો. ચંચૂપાત કરીને ખોલ્યું. નામ નીકળ્યું અઢારમું પદ કાયસ્થિતિ. કાયસ્થિતિનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે
કાર્યાન્વિત રહો શુદ્ધ વ્યવહાર ધર્મમાં યનાએ ચાલો ઊભો રહો, બેસો, શયન કરો, ભોજન કરો, ભાષા બોલો. સ્યાદ્વાદધર્મને અવલંબે તે સુખી થાય. થિરિકરણ આત્મભાવનું કરી સંસાર તરીજા. તિતિક્ષાપૂર્વક પરિષહોને જીતો.
ચેતના બહેન બોલ્યા- સાંભળ વીરા ! સામાન્યરૂપ અથવા વિશેષરૂપ પર્યાયમાં જીવને નિરંતર જન્મ-મરણ કરવાના કાળને કાયસ્થિતિ કહેવાય છે. જે જગ્યાએ કાયા અનેકવાર જન્મ ધારણ કરીને બાહર દેહનું સર્જન કરે, બનાવાયતે કાળનો સરવાળો, તેનું નામ કાયસ્થિતિ. જીવ આ રીતે સાંતર-નિરંતર કંઈ કંઈ જગ્યા ઉપર ભવ કરવા સમર્થ છે; તેનું હુબહુ વર્ણન શરીરથી લઈને સંયમીના ગુણસ્થાન ક્રમારોહ સુધીના ભાવોનું આલેખન કર્યું છે. એક સમયથી લઈને અનેક ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમ સુધીની વાત તિર્યચ, મનુષ્ય માટે કરી છે અને દેવ નારકી માટે દસ હજાર વર્ષથી લઈને તેત્રીસ સાગરોપમ સુધીની દર્શાવી છે. તેના બાવીસ દ્વારને વિવિધ રૂપે વિચારી લેજે અને કાયાની માયા છોડવા કાયોત્સર્ગમાં વધારે સમય ગાળ જે તો જ હું તારી પાસે શુદ્ધ બુદ્ધ ચેતના થઈને રહીશ.નિરંજનનિરાકાર દશામાં આપણે બંને
35