________________
ચેતના બહેન બોલ્યા, સાંભળ ભાઈ, આ ઇન્દ્રિય પદનું જ્ઞાન આપે છે. શ્રોતેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધીની ઇન્દ્રિય કોને કોને હોય? તેના માધ્યમે કેમ આગળ વધાય? અને એક પછી એક મળતી ઇન્દ્રિય કેટલી ઉપયોગી છે? તેનું વર્ણન કષાય પછી કર્યું છે.
મંદ કષાયથી ઇન્દ્રિયની પરિપૂર્ણતા મળે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમે જીવ પાંચ ઇન્દ્રિય મેળવે છે. તે કેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે? આકાર કેવો છે? દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, નિવૃત્તિ ઇન્દ્રિય, લબ્ધિ ઇન્દ્રિય વગેરે ભેદનું જ્ઞાન આપ્યું છે. આ ઇન્દ્રિયથી જાતિ ઓળખાય છે. તેનું સંસ્થાન બાહલ્ય આદિ પચ્ચીસ અધિકાર પ્રથમ ઉદશકમાં છે અને બીજા ઉદશકમાં ઈદ્રિય ઉપચયથી લઈને ભાવેન્દ્રિય સુધીના ભેદ-પ્રભેદ ગણાવીને જીવે ભૂતકાળમાં કેટલી ઇન્દ્રિય મેળવી હતી, વર્તમાનમાં કેટલી છે અને ભવિષ્યમાં ચોવીસ દંડકના જીવો કેટલી મેળવશે તેનું ગણિત મગજને તરબતર કરી દે છે. તું વાંચ્યા જ કર. આવું અમૃત ભોજન તને બીજી કોઈ જગ્યાએ નહીં મળે.
કલહંસે ઇન્દ્રિય પદને સાંભળી તેનો નાશ કેમ કરાય તેની વાત ચેતના બહેનને પૂછી. ચેતના બહેન બોલ્યા- ભાઈ! આપણા વીતરાગે કોઈ પણ વાત બાકી રાખી નથી. તારા પ્રશ્નનો જવાબ હવે આ સોળમા પદના મુક્તાફલમાં છે. ખોલી નાખ...જોઈએ તેમાં શું લખ્યું છે– સોળમું પદ પ્રયોગ. પ્રયોગનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે
પ્રપંચથી મુક્ત રહો સદા પ્રસન્ન બની જશો! યોગને રુંધતા શીખે, તે જ યોગી ! ગર્વ ગાળી નાખ, પર્વની જેમ પૂજાઈશ!
પ્રયોગ પદ જ અણમૂલું પદ છે. જ્યાં જુઓ ત્યાં પ્રયોગો જ ચાલે છે. પ્રયોગ એટલે આત્મા વડે વિશેષ રૂપથી મળેલા યોગો દ્વારા ક્રિયા કલાપ કરવા. તેના શાસ્ત્રકારે પંદર ભેદ દર્શાવ્યા છે– મનમાં ૪, વચનનાં ૪, કાયાના ૭, એમ કુલ મળીને ૧૫ ભેદ થાય છે. તેમાં શાશ્વત કેટલા? અશાશ્વત કેટલા? કોની પાસે કેટલા હોય? તે સર્વ વાતનો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનો ઇતિહાસ દર્શાવ્યો છે. તે પ્રયોગ ગતિના પ્રવાહની પદ્ધતિ જુદી-જુદી રીતે દર્શાવી છે. જે આપણે પંદર ભેદે જોઈ લીધી. માટે સમજી લે કે (૧) પ્રયોગ ગતિ (૨) તતગતિ (૩) બંધન છેદ ગતિ (૪) ઉપપાત ગતિ (૫) વિહાય ગતિ. આ પાંચમી વિદાય ગતિના ૧૭ પ્રકાર છે. દરેકના અર્થ આ પદમાં વિસ્તારથી આપ્યા છે. તું ભાઈ તેમાંથી જાણીને પ્રયોગ એવો કરજે કે અનાદિનો પ્રવાહ અજીવ સાથેનો અટકી, જીવ સાથે થઈને પ્રયોગ પરમ ચરમ બની જાય અને જલદી સિદ્ધાલયમાં પહોંચી જવાય.
કલહંસે પ્રયોગ પદને આત્મસાત્ કર્યું, દીલચસ્પી ઉપડી અને સત્તરમું અજાયબીનું મુક્તાફલ ખોલીને જલ્દી ચેતના બહેન પાસે આવી ગયો. ચેતના બહેન રાહ જોઈને બેઠા હતા. ખોલેલા મુક્તાફલને જોઈને બોલ્યા. જો શું લખ્યું છે– સત્તરમું પદ લેશ્યા. વેશ્યા આપણી શારીરિક સામગ્રીને ચીપકાવાવનું કામ કરે છે. તેનો અર્થ અક્ષરશઃ આ પ્રમાણે
34