________________
ગતિ પ્રમાણે શરીર ઇન્દ્રિય રચાય છે. તે આત્માને બાંધી લે છે, પીંજરામાં પૂરી દે છે. તેમાં બંધાયેલો આત્મા દુઃખી થઈને કષાયવાળો બને છે. શરીરના પીંજરા સાથે લડાઈ કરતો હોવાથી લેશ્યાનો ગમ તૈયાર થાય છે અને નવા-નવા કર્મ બાંધીને કાર્મણ-તેજસ શરીર સાથે લઈને જીવ નવા શરીરના પીંજરામાં પૂરાય છે. કષાય, લેશ્યા અને યોગના જોડાણથી ગતિ વગેરે મળતી રહે છે, પરંતુ ક્યારેક જ્ઞાનીનો ઉપદેશ સાંભળી યોગને ફેરવી ઉપયોગવાન બને છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કરે તો પોતાના શુદ્ધ પરિણામિક ભાવમાં આવી જતા દેહાતીત દશા આવતાં પીંજરું તૂટીને છૂટી જાય છે અને જીવ મુક્ત દશામાં ચાલ્યો જાય છે.
આ વાતનું રસાયણ આ મુક્તાફલમાં ભર્યું છે. તારા બધા જ પ્રશ્નોના ઉત્તર આમાં જ મળી જશે હોને ? આગળ વધો, હજી ઘણી જ ચમત્કારિક વાતો જાણવાની છે મુક્ત કેમ બનવું તેના ઉપાય હવે અવસરે.
લાવો...ચૌદમાં પદનું મુક્તાફલ ખોલો, નાચતો નાચતો હંસ ચાલ્યો અને ચૌદમું મુક્તાફલ ખોલ્યું. ચેતના બહેને કહ્યું કે આનું નામ છે કષાય પદ. પરિણામ કષાયથી રંજિત થાય, તો જ સંસારી બની જવાય. વાંચ હઁસ વીરા ! આનું અક્ષરશઃ અર્થ
કમળની જેમ નિર્લેપ રહો, કષાયમાં ખૂંચો નહીં!
ષાઢ માસ મેઘ સમ વાત્સલ્ય વરસવાો તો, યશસ્વી જીવના બની જશે તમારું !
પરિણામ(અધ્યવસાય)ની પૃષ્ટિ કરે તે કષાય. તે સોળ પ્રકારે છે. અનંતાનુબંધી– તે પોતાથી, પરથી, તદુભયથી બંધાય છે. તીવ્ર, મંદ તેનો સ્વભાવ છે. વૈભવની વસ્તુ પ્રાપ્ત કરવા જીવ આ કષાયથી ભીંજાય છે અને ૧૩૦૦ ક્રોધના, ૧૩૦૦ માનના, ૧૩૦૦ માયાના, ૧૩૦૦ લોભના એમ ૫૨૦૦ ભાંગાથી ૮૪નાં ચૌટામાં, બાવન બજારમાં ભ્રમણ કરે છે. માટે જ શ્યામાચાર્યે તેને પરિણામ પદ પછીનો નંબર આપ્યો છે.
આમ તો અનેક પ્રકારે તેની સમજૂતી આપી છે. પરિણામ ચોખ્ખા રાખવા હોય તો કષાયાગ્નિથી બચતું રહેવું. આ સાંભળી કલહંસ ખુશ થયો. કષાયને શાંત કરવા કટિબદ્ધ થયો અને પંદરમું મુક્તાફલ લાવીને ખોલ્યું,તેનું નામ નીકળ્યું ઇન્દ્રિય પદ. ઇન્દ્રિયનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે—
ઇન્દ્રિય વિજેતા બનવા વિષયને વમો !
ન્યાય માર્ગ વીતરાગનો પરિપૂર્ણ છે તેને અવલંબો !
ધ્ધોત– પ્રકાશ થઈ જશે તે તમારા જીવનમાં માર્ગ મળતો રહેશે !
રિપુ તમારો કોઈ જગતમાં રહેશે નહીં માટે
યજ્ઞ જ્ઞાનનો કરી કર્મશત્રુનો હોમ કરો. ઇન્દ્રિયના ઇન્દ્ર તમે પોતે જ છો.
33