________________
નિર્માણ સંચાલન વગેરે કરે છે અને કાશ્મણ શરીર કર્મનો સ્ટોક ભેગો કરે છે. વિભાજન કરી આઠ કર્મના રૂપમાં સંગ્રહ કરે છે. તે સ્ટોકને વાપરે, તેને ઉદય કહે છે. તે પ્રમાણે ઔદારિક શરીર મેળવે છે. તે ફળ રૂપે પ્રગટ થાય છે. ફળ ભોગવાય જાય એટલે આ શરીર ખાલી કરી દેવાય, તેને મક્કલગ કહેવાય છે અને શરીરાદિ બાંધવામાં આવે તેને બઢેલક કહેવાય છે. આવા બંગલા જીવે કેટલા બાંધ્યા? કેટલા છોડ્યા? તેનું વર્ણન આ પદમાં છે.
તું શાંતિથી વિચારીશ તો ખ્યાલ આવશે જીવની તાકાત કેટલી? જીવ કેટલી ઝડપથી શરીર બાંધે છે અને તે કયારે છૂટે છે, એકેન્દ્રિયથી માંડી ૨૪ દંડકના જીવોની કામગિરી કેવી બેનમૂન છે, તે તને જાણવા મળશે. અસ્તુ! આપણે આમાંથી છૂટવું હોય તો કાયાની માયા છોડવા કાયોત્સર્ગતપને અપનાવવો જોઈએ. તો જ દેહાતીત દશા સાંપડે.
આ વાત કહી બહેન ચેતના સ્થંભી. કલહંસને જોવા લાગી. કલહંસ આત્મભાવમાં ડૂબકી લગાવી રહ્યો હતો તેમણે કીધું આવો થાક લાગે તેવા ભવ મારે કરવા નથી. માટે પ્રભુ પાસે એટલું જ માંગુ છું. પ્રભુ મારી જલ્દી દેહાતીત દશા પ્રગટો. આવી ભાવના ભાવી પછી ઊભો થઈને તેરમું મુક્તાફલ લઈ આવીને ખોલ્યું. તેરમું પદ પરિણામ.
મુક્તાફલ ખોલીને જિજ્ઞાસાયુક્ત ચેતના બહેન પાસે ફરી આ શું છે? કર્મનો સ્ટોક કેમ બનતો હશે? તેનો ઈલાજ કેવો હશે? દેહાતીત દશા કેમ કેળવવી? આવા પ્રશ્નો કર્યા. ત્યાં જ ચેતના બોલી.
જો...જો....વહાલા હંસ વીરા....! આ તારા બધા પ્રશ્નના જવાબ આ પદમાં છે વાંચજો શું લખ્યું છે? હવે લિપિ વાંચતા આવડી ગઈ છે. કલશોર કરતો મારો કલહંસ બોલી ઊઠ્યો પરિણામ ૫દ. ચેતના એ કહ્યું સૃષ્ટિનું સર્જનાર આ જ છે. પરિણામનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે
પરિણામ સારા રાખવા ! રિઝવતા આવડે તો આત્માને રિઝવો! ણામ તેનો નાશ થવાનો છે માટે, મહાવ્રતની મહેફીલ માણી લ્યો!
પૂર્ણ અર્થ થયો જે કાંઈ છે તે પરિણામ જ કરે છે. સંસારમાં ઘુમાવે તે પરિણામ છે તે જ દેહ સર્જે છે અને વિસર્જન પણ પરિણામ જ કરે છે. શુદ્ધ પારિણામિક ભાવ આત્માનો સ્વભાવ છે. અશુદ્ધ ભાવ તે પરિણામ ભાવનું રૂપાંતર અધ્યવાસાય છે. તેનાથી શુભાશુભ કર્મનો સ્ટોક સજીને સંસારમાં, ચાર ગતિમાં જવા રૂપ ઔદારિક અથવા વૈક્રિય શરીર મળે છે. તેને ભોગાયતન પણ કહેવાય છે. આ ભોગાયતન મેળવનારના દસ દ્વાર છે. ગતિ, ઇન્દ્રિય, કષાય, વેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદ.
જીવના શુભાશુભ પરિણામ પ્રમાણે પૌલિક સામગ્રી આવે છે અને તેમાંથી
( ).