________________
મુક્તાફલ ખોલીને હવે તે ચબરાક બની ગયો હતો. તેના ભાવ જેવા જિજ્ઞાસુવૃત્તિ ઉત્સાહિત કરીને ચેતના બહેન પાસે આવ્યો ચેતના બહેને આવકાર્યો અને કહ્યું– અગિયારમું પદ ભાષા, નામનું મુક્તાફળ છે તેનો અક્ષરશઃ અર્થ આ રીતે છે–
ભામંડળ નિર્મળ તેજસ્વી બનાવવા ઉર્જા ઊંચે ઉઠાવો! ષાણ માસિક તાલિમ દરેક કાર્યમાં કુશળ બનવા માટે ઓછામાં ઓછી લેવી જોઈએ.
ભાષાના સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર વગેરે અનેક ભેદ છે. વિચારોનું વાહન તે ભાષા છે. ભાષા ક્યાંથી નીકળે છે? ક્યાં પૂર્ણ થાય છે? કેટલા સ્થાનમાં ફેલાય છે? તેના આકાર, વર્ણ, રસ, સ્પર્શ કેવા પ્રકારનાં છે? તેને બોલવામાં શ્રુતજ્ઞાન કેમ પ્રગટ કરાય છે? કોણ કેટલા પ્રકારે બોલી શકે છે? વીતરાગ ધ્વનિ-વિજ્ઞાન વગેરે ઠસોઠસ આ મુક્તાફલની અજાયબીમાં ભરી દીધું છે.
ભારતીય દર્શન તેને આકાશનો ગુણ માને છે. પરંતુ જૈન દર્શને ઘટસ્ફોટ કરીને પુલનો ગુણ સાબિત કર્યો છે. ભાષા વર્ગણા શબ્દથી અભિન્ન છે. તેને સાંભળવાથી શ્રોતાને કેવો સ્પર્શ થાય છે. તેની તલસ્પર્શી વાત આ મુક્તાફલમાં દર્શાવી છે. તેનો પ્રયોગ તારે પોતાને જ કરવો પડશે. આખરમાં જીવનો ગુણ કે આકાશાદિનો ગુણ ભાષા શબ્દ નથી પણ પૌદ્ગલિક ભાવ છે, તેથી અભાષક બનવું જ રહ્યું. કેવળજ્ઞાન પ્રગટ થયા પછી અજોગી અવસ્થામાં જ વાસ્તવિક અભાષક બનાય છે. માટે આ ઉપયોગ રાખજે અને ભાષાનો વિવેક કેળવી, અભાષક બનવાની કોશીષ કરજે.
મારા કલહંસે ચેતના બહેન સામે મસ્તક નમાવી દીધું અને બારમાં મુક્તાફલની અજાયબી બહાર દર્શાવી અને ચેતના બહેન પાસે આતુર ભર્યા નયને જોઈ રહ્યો. ચેતના બહેન સમજી ગયા અને કહ્યું જ. લિપિ વાંચ બારમું શરીર પદ એનું નામ છે, આ પદનો અક્ષરશઃ અર્થ છે
શરીર ભવધારણીય સાથે આવતું નથી ! રીત અનાદિની એ જ છે કે મારું માનેલું અહીં જ રહે છે! રત્નત્રયની આરાધના એવમ્ કર્મબંધન સાથે આવે છે!
અહો...! વીરા કલહંસ ! શરીર પાંચ છે. તેમાં પ્રથમ ઔદારિક શરીર છે. તે મળમૂત્રથી ભરેલું છે. છતાં એ કર્મભૂમિના મનુષ્યને મળેલા ઔદારિક શરીર દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને વખાણ્યું છે. સર્વ સંસારી જીવો સશરીરી છે. ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યગતિમાં મળે છે. વૈક્રિય શરીર દેવ, નારકીને મળે છે. આહારક શરીર લબ્ધિધારી મુનિરાજને મળે છે. આ ત્રણ શરીર અવયવ અને ઇન્દ્રિયવાળા હોવાથી બહાર નજરે પડે છે. તેના મૂળમાં બે કારણરૂપ શરીર પડ્યા છે. જેનું નામ તૈજસ અને કાર્મણ શરીર, છે. તેજસ શરીર ઔદારિક સાથે રહે છે. આહારની પાચન ક્રિયાનું રસ રક્ત ધાતુ આદિનું
( ).