________________
અઢારમું પદ : કાયસ્થિતિ
સૂક્ષ્મ-બાદર જીવોની કાયસ્થિતિઃ -
३७ हुमे णं भंते ! सुहुने त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा ।
૪૪૩
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ જીવ કેટલા કાળ સુધી સૂક્ષ્મપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી સૂક્ષ્મપણે રહે છે. તે અસંખ્યાત કાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે.
३८ सुहुमपुढविक्काइए सुहुमआउक्काइए सुहुमतेउक्काइए सुहुमवाउक्काइए सुहुमवणस्सइकाइए सुहुमणिगोदे वि जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा ।
ભાવાર્થ :- સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી પોતપોતાના પર્યાયપણે રહે છે. તે અસંખ્યાતકાલ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાતલોક પ્રમાણ છે.
३९ हुमे णं भंते ! अपज्जत्तएर सुहुम अपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ અપર્યાપ્ત જીવો, કેટલા કાળ સુધી સૂક્ષ્મ અપર્યાપ્તપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી સૂક્ષ્મ અપર્યાપ્તપણે રહે છે. ४० पुढविक्काइय- आउक्काइए-तेडक्काइए-वाउक्काइय-वणस्सइकाइयाण य एवं चेव । पज्जत्तयाण वि एवं चेव ।
ભાવાર્થ :- આ જ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મવાયુકાયિક અને સૂક્ષ્મ વનસ્પતિકાયિકના અપર્યાપ્તની કાસ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ. સમુચ્ચય સૂક્ષ્મ પર્યાપ્ત જીવો તથા સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિના પર્યાપ્ત જીવોના વિષયમાં પણ પૂર્વવત્(અંતર્મુહૂર્ત)જાણવું જોઈએ. ४१ बादरे णं भंते ! बादरे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं, असंखेज्जाओ उसप्पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ अंगुलस्स असंखेज्जइभागं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર જીવ કેટલા કાળ સુધી બાદરપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી બાદરપણે રહે છે. તે બાદરકાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. ४२ बापुढविक्काइए णं भंते ! बादरपुढविक्काइए त्ति पुच्छा ? गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरिसागरोवकोडाकोडीओ । एवं बादरआउक्काइए विजाव बादरवाउक्काइए वि ।