________________
૪૪૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
વનસ્પતિકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ :- વનસ્પતિકાયની એક ભવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦,000 વર્ષની છે, ઉત્કૃષ્ટ સ્થિતિના નિરંતર આઠ ભવ થાય અથવા જઘન્ય કે મધ્યમ સ્થિતિના અનેક ભવ કરે, તો પણ તેની પર્યાપ્તાવસ્થાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૮૦,૦૦૦ વર્ષ અર્થાત્ સંખ્યાતા હજાર વર્ષની થાય છે. ત્રસકાયની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક ૨000 સાગરોપમની છે. કોઈ પણ જીવ સાધિક એક હજાર સાગરોપમ સુધી પંચેન્દ્રિયપણે રહીને વિક્લેન્દ્રિયમાં જાય અને ફરી પંચેન્દ્રિયમાં જન્મ-મરણ કરતાં સાધિક એક હજાર સાગરોપમકાલ વ્યતીત કરે, તો ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમની થાય છે. ત્રસકાય પર્યાપ્તાની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમની છે. જોકે કેવળ પંચેન્દ્રિય પર્યાપ્તાની કાયસ્થિતિ અનેક સો સાગરોપમની છે તેમ છતાં બેઇન્દ્રિયની સંખ્યાતા વર્ષ, તે ઇન્દ્રિયની સંખ્યાતા દિવસ અને ચૌરેન્દ્રિયની સંખ્યાતા માસની કાયસ્થિતિ, પંચેન્દ્રિયની કાયસ્થિતિની અપેક્ષાએ અત્યંત અલ્પ છે તેથી તેને પંચેન્દ્રિયના પર્યાપ્તની કાયસ્થિતિમાં મેળવતાં પણ ત્રસકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક સો સાગરોપમ કાલમાં સમાવિષ્ટ થઈ જાય છે. અકાયિક જીવોની કાયસ્થિતિ - જીવ જ્યારે સર્વ કર્મોથી મુક્ત થાય ત્યારે અકાયિક અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે જીવોની સ્થિતિ સાદિ અનંતકાલની છે. પૃથ્વી આદિ છ કાયની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ સકાયિક અભવી
અનાદિ અનંત | અભવીની અપેક્ષાએ ભવી |
અનાદિ સાત | મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ પૃથ્વીકાયિક, અષ્કાય | અંતર્મુહૂર્ત | અસંખ્યાતકાલ, પુઢવીકાલ, નિરંતર અસંખ્યાત ભવ કરે. તેજસ્કાય, વાયુકાય વનસ્પતિકાયિક | અંતર્મુહૂર્ત | અનંતકાલ–વનસ્પતિકાલ | સૂક્ષ્મ–બાદ બંને પ્રકારના નિગોદમાં મળીને જીવ
અનંત ભવ કરે છે. ત્રસકાય અંતર્મુહૂર્ત | સાધિક બે હજાર સાગરોપમ પંચેન્દ્રિયપણે સાધિક હજાર સાગરોપમ રહીને
| વિકસેન્દ્રિયપણે જન્મ-મરણ કરી પુનઃ
પંચેન્દ્રિયપણે સાધિક હજાર સાગરોપમ રહે છે. સદાયિક અને પૃથ્વીથી| અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થાનું સાતત્ય તેટલું જ રહે છે. ત્રસકાયના અપર્યાપ્ત સકાયિક પર્યાપ્તા | અંતર્મુહુર્ત |સાધિક અનેક સો સાગરોપમાં લબ્ધિ પર્યાપ્તા, પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ છે. ચાર સ્થાવર પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | સંખ્યાતા હજાર વર્ષ | એક ભવની હજારો વર્ષોની સ્થિતિ હોવાથી તેઉકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | સંખ્યાતા અહોરાત્ર | એક ભવની સ્થિતિ અહોરાત્રમાં હોવાથી ત્રસકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત |સાધિક અનેક સો સાગરોપમ પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ થાય છે. અકાયિક
સાદિ અનંત સિદ્ધ ભગવાનની સ્થિતિ સાદિ અનંતકાલની છે.