________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર પૃથ્વીકાયિક કેટલા કાળ સુધી બાદર પૃથ્વીકાયિકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ સુધી બાદર પૃથ્વીકાયિકપણે રહે છે. આ જ રીતે બાદર અપ્લાયિક યાવત્ બાદર વાયુકાયિકના વિષયમાં પણ જાણવું જોઈએ.
૪૪૪
४३ बादरवणस्सइकाइए णं भंते ! बादरवणस्सइकाइए त्ति पुच्छा ? गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं जाव खेत्तओ अंगुलस्स असंखेज्जइभागं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર વનસ્પતિકાયિક કેટલા કાળ સુધી બાદર વનસ્પતિકાયપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. તે અસંખ્યાતકાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે.
४४ पत्तेयसरीरबादरवणस्सइकाइए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरिसागरोवमकोडाकोडीओ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક કેટલા કાલ સુધી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકપણે રહે છે. ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ સુધી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકપણે રહે છે.
४५ णिगोए णं भंते! णिगोए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं, अणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अड्डाइज्जा पोग्गलपरियट्ठा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નિગોદ કેટલા કાળ સુધી નિગોદપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી નિગોદપણે રહે છે. તે અનંતકાલ, કાલથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન કાલ પ્રમાણ છે.
४६ बादरणिगोदे णं भंते! बादर णिगोदे पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरिसागरोवमकोडाकोडीओ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર નિગોદ, કેટલા કાળ સુધી બાદર નિગોદપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ સુધી બાદર નિગોદપણે નિરંતર રહે છે. ४७ बादरतसकाइए णं भंते ! बादरतसकाइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासअब्भहियाई । एएसिं चेव अपज्जत्तगा सव्वे वि जहण्णेणं वि उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર ત્રસકાયિક કેટલા કાળ સુધી બાદર ત્રસકાયિકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ સુધી બાદર ત્રસકાયિકપણે રહે છે. આ બાદર જીવોના અપર્યાપ્તા જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી પોતપોતાના પર્યાયમાં અપર્યાપ્તપણે રહે છે.