________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
૪૩૯
જીવ પ્રકાર
ઉણ કારણ પંચેન્દ્રિય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | અનેક સો સાગરોપમ પંચેન્દ્રિયમાં નારકી, દેવતાની સ્થિતિ
સાગરોપમમાં હોવાથી અનિષ્ક્રિય | X | સાદિ અનંત સિદ્ધ ભગવાનની અપેક્ષાએ * અહીં પર્યાપ્તા જીવોની કાયસ્થિતિનું કથન લબ્ધિ પર્યાપ્તા જીવોની અપેક્ષાએ છે. કારણ કે આ બોલોમાં નારકી, દેવતા કે યુગલિકની સ્વતંત્ર અપેક્ષાવાળો એકે ય બોલ નથી. (૪) કાય દ્વાર :| २५ सकाइए णं भंते ! सकाइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सकाइए दुविहे पण्णत्ते, तं जहा- अणादीए वा अपज्जवसिए, अणादीए वा सपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકાયિક જીવ કેટલા કાળ સુધી સકાયિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! સકાયિક જીવના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત (૨) અને અનાદિ સાંત. | २६ पुढविक्काइए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा । एवं आतेउवाउक्काइया वि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ કેટલા કાળ સુધી પૃથ્વીકાયિકપણે રહે છે? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ; કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલ અને ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ પૃથ્વીકાયિકપણે રહે છે.
આ જ રીતે અષ્કાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી પોત-પોતાની પર્યાયપણે રહે છે. | २७ वणस्सइकाइया णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतकालं, अणंताओ उस्सप्पिणी- ओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगा, असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવ કેટલા કાળ સુધી વનસ્પતિકાયિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી વનસ્પતિકાયિકપણે નિરંતર રહે છે. તે અનંતકાળ કાલથી–અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ તથા આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | २८ तसकाइए णं भंते! तसकाइए त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्ज-वासअब्भहियाई ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ત્રસકાયિક જીવ, કેટલા કાળ સુધી ત્રસકાયિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રસકાયિક જીવ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમ સુધી ત્રસકાયિકપણે રહે છે.