________________
| ૪૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
માસની છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિના આઠ ભવની સ્થિતિ ક્રમશઃ ૧૨૪૮ ૯૬ વર્ષ, ૪૯ દિવસ X ૮ = ૩૯૨ દિવસ અને ૬ માસ X ૮ = ૪૮ માસ થાય છે. તેની જઘન્ય કે મધ્યમ સ્થિતિના અનેક ભવોની સ્થિતિ પણ તેટલી જ થાય છે, તેનાથી અધિક થતી નથી. તેથી બેઇન્દ્રિય પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત વર્ષ, તે ઇન્દ્રિય પર્યાપ્તાની સંખ્યાતા દિવસ અને ચૌરેન્દ્રિય પર્યાપ્તાની સ્થિતિ સંખ્યાતા માસની થાય છે. પંચેન્દ્રિયની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમની છે. કોઈ પણ જીવ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ, તે ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં પંચેન્દ્રિયપણામાં નિરંતર સાધિક એક હજાર સાગરોપમકાલ વ્યતીત કરી શકે છે.
યથા- કોઈ મનુષ્ય બારમા દેવલોકમાં નિરંતર સાત ભવ કરે, તેમાં ત્રણ ભવ દેવલોકના થાય. બારમા દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગરોપમની છે, તેથી રર૪૩=૪૬ સાગરોપમ થાય. ત્યાર પછી મનુષ્ય અને છઠ્ઠી નરકમાં નિરંતર આઠ ભવ કરે. તેમાં નારકીના ચાર ભવ થાય. છઠ્ઠી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સાગરોપમની છે તેથી રર૪૪=૮૮ સાગરોપમ થાય. ત્યાર પછી પુનઃ મનુષ્ય કે તિર્યંચગતિને પ્રાપ્ત કરી પુનઃ નરક કે દેવલોકમાં ગમનાગમન કરે. આ રીતે ચારે ગતિમાં પંચેન્દ્રિયપણે જન્મ-મરણ કરતાં નરક અને દેવ ગતિમાં એક હજાર સાગરોપમકાલ વ્યતીત થાય છે અને વચ્ચે મનુષ્ય કે તિર્યચભવમાં થયેલા જન્મ-મરણના કાલની ગણના કરતાં સાધિક એક હજાર સાગરોપમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. પંચેન્દ્રિય પર્યાપ્તાની કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમની છે. કોઈ સંજ્ઞી મનુષ્ય કે સંજ્ઞી તિર્યંચ વૈમાનિક દેવમાં કે નરકગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિના નિરંતર આઠ ભવ કરે તો પંચેન્દ્રિય પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક સો સાગરોપમની થાય છે. ઈન્દ્રિયની અપેક્ષાએ કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ સઇન્દ્રિય
અનાદિ અનંત અભવીની અપેક્ષાએ અનાદિ અનંત
અનાદિ સાંત મોક્ષગામી ભવની અપેક્ષાએ અનાદિ સાંત એકેન્દ્રિય
અંતર્મુહૂર્ત | અનંતકાલ(વનસ્પતિકાલ) | વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ
અસંખ્ય પુદ્ગલ પરાવર્તન ત્રણ વિકસેન્દ્રિય | અંતર્મુહૂર્ત | સંખ્યાતકાલ | નિરંતર સંખ્યાત ભવ કરે તે અપેક્ષાએ પંચેન્દ્રિય
અંતર્મુહૂર્ત| સાધિક હજાર સાગરોપમ | ચારે ગતિમાં પરિભ્રમણની અપેક્ષાએ સઇન્દ્રિય અને એક થી | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થાનું સાતત્ય તેટલું જ હોવાથી પંચના અપર્યાપ્તા સઇન્દ્રિય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | અનેક સો સાગરોપમ | પંચેન્દ્રિય પર્યાપ્તાની અપેક્ષાએ એકેન્દ્રિય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત| સંખ્યાતા હજાર વર્ષ | એકેન્દ્રિયની ભવ સ્થિતિ હજારો વર્ષમાં હોવાથી બેઇન્દ્રિય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત| સંખ્યાતા વર્ષ | તેની ભવ સ્થિતિ વર્ષોમાં હોવાથી તેઇન્દ્રિય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત| સંખ્યાતા અહોરાત્ર | તેની ભવસ્થિતિ અહોરાત્રમાં હોવાથી ચૌરેન્દ્રિય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | સંખ્યાત માસ | તેની ભવસ્થિતિ માસમાં હોવાથી