________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ સઇન્દ્રિયની કાયસ્થિતિ અનાદિ સાંત છે. સઈન્દ્રિય અપર્યાપ્તની કાયસ્થિતિ - જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. તે જ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અપર્યાપ્ત જીવોની કાયસ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. સઈન્દ્રિય પર્યાપ્તની કાયસ્થિતિ – જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમની છે.
કોઈપણ જીવની કરણ પર્યાપ્તાવસ્થા તો એક ભવ પૂરતી જ હોય છે અને એક ભવની પર્યાપ્તાવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ નારકી કે દેવ ભવની અપેક્ષાએ અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમની છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે પંચેન્દ્રિય પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક સો સાગરોપમની કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે અહીં સૂત્રકારે લબ્ધિપર્યાપ્તા જીવોની અપેક્ષાએ કાયસ્થિતિનું કથન કર્યું છે.
જે જીવ અપર્યાપ્ત નામકર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરતા નથી, અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા છે અને જે જીવ પર્યાપ્ત નામકર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે છે તે લબ્ધિ પર્યાપ્તા છે. લબ્ધિપર્યાપ્તાવસ્થા નામકર્મ સાપેક્ષ હોવાથી તેનો ઉદય વિગ્રહગતિમાં, અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં, તે ત્રણે અવસ્થામાં હોય છે. તેથીજ કોઈ પણ જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય, તોપણ પર્યાપ્ત નામકર્મના ઉદયે લબ્ધિ પર્યાપ્તાવસ્થાનું સાતત્ય જળવાઈ રહે છે. ચાર ગતિમાં ભવભ્રમણ કરતાં પર્યાપ્ત નામકર્મના ઉદયનું સાતત્ય સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે અને તેથી જ સઇન્દ્રિય પર્યાપ્તાવસ્થાની કાયસ્થિતિ અનેક સો સાગરોપમની થાય છે. ત્યાર પછી જીવ લબ્ધિ અપર્યાપ્તાનો ભવ પ્રાપ્ત કરે જ.
આ રીતે પ્રસ્તુત પ્રસંગમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પર્યાપ્તા જીવોની કાયસ્થિતિનું કથન લબ્ધિપર્યાપ્તા જીવોની અપેક્ષાએ છે. એકેન્દ્રિય પર્યાપ્તાની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષની છે. કારણ કે પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટસ્થિતિ બાવીશ હજાર વર્ષની, અપ્લાયિકની ૭ હજાર વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્ર, વાયુકાયિકની ૩ હજાર વર્ષ અને વનસ્પતિકાયિકની ૧૦ હજાર વર્ષ છે. શ્રીભગવતી સુત્ર શતક-૨૪ અનુસાર પૃથ્વીકાયિક આદિ પાંચે સ્થાવરમાં ઉત્કૃષ્ટ સ્થિતિના નિરંતર આઠ ભવ થાય છે. જઘન્ય અને મધ્યમ સ્થિતિના અનેક ભવ થઈ શકે છે.પાંચે સ્થાવર જીવોની એક ભવની સ્થિતિ હજાર વર્ષની ગણનામાં જ હોવાથી તેના અનેક ભવોની પર્યાપ્તાવસ્થાની સ્થિતિ કે ઉત્કૃષ્ટ સ્થિતિના આઠ ભવની સ્થિતિ સંખ્યાત હજાર વર્ષ જ થાય છે. અનિયિની કાયસ્થિતિ :- અનાદિકાલથી સંસાર પરિભ્રમણ કરનારા જીવને કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થાય ત્યારે તેના અનિષ્ક્રિયપણાનો પ્રારંભ થાય છે. ત્યાર પછી સિદ્ધાવસ્થામાં તે અનંતકાલ પર્યત અનિદ્રિયપણે જ રહે છે તેથી અનિન્દ્રિયની કાયસ્થિતિ સાદિ અનંતકાલની છે. વિકલેયિની કાયસ્થિતિ – જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની છે. કોઈ પણ જીવવિકસેન્દ્રિયમાં નિરંતર સંખ્યાતા ભવ કરી શકે છે, તેથી તેની કાયસ્થિતિ સંખ્યાતકાલની થાય છે. વિલિવિયાણ ય વાસ સહ સન્નિા | વિકસેન્દ્રિય જીવોની કાયસ્થિતિનો સંખ્યાતો કાલ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ છે. વિકલક્રિય પર્યાપ્તાની કાયસ્થિતિ :- શ્રી ભગવતી સૂત્ર શતક–૨૪ અનુસાર વિકલેન્દ્રિય જીવો પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિના નિરંતર આઠ ભવ અને જઘન્ય અને મધ્યમ સ્થિતિના અનેક ભવ કરે છે.
બેઇન્દ્રિયની એક ભવની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિવસ અને ચૌરેન્દ્રિયની છ