________________
૪૩૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમથી કાંઈક અધિક કાલ સુધી સઇન્દ્રિય પર્યાપ્તપણે રહે છે. २० एगिदियपज्जत्तएणंभंते !पुच्छा? गोयमा!जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणंसंखेज्जाई
વારસ''
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય પર્યાપ્ત કેટલા કાળ સુધી પર્યાપ્ત એકેન્દ્રિયપણે રહે છે? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી તે એકેન્દ્રિય-પર્યાપ્તપણે રહે છે. | २१ बेइंदियपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं वासाइं। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બેઈન્દ્રિય કેટલા કાળ સુધી પર્યાપ્ત બેન્દ્રિયપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી પર્યાપ્ત બેઇન્દ્રિયપણે રહે છે. | २२ तेइंदियपज्जत्तए णं भंते ! तेइंदियपज्जत्तए त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं राइंदियाइं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત તેઈન્દ્રિય કેટલા કાળ સુધી પર્યાપ્ત તેઈન્દ્રિયપણે રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન સુધી તેઇન્દ્રિય પર્યાપ્તપણે રહે છે. | २३ चउरिदियपज्जत्तए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जा मासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત ચૌરેન્દ્રિય કેટલા કાળ સુધી પર્યાપ્તા ચૌરેન્દ્રિયપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત મહિના સુધી ચૌરેન્દ્રિય પર્યાપ્તપણે રહે છે. | २४ पंचेंदियपज्जत्तए णं भंते ! पंचेंदियपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત પંચેન્દ્રિય કેટલા કાળ સુધી પર્યાપ્ત પંચેન્દ્રિયપણે રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સુધી પંચેન્દ્રિય પર્યાપ્તપણે રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સઇન્દ્રિય અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની અને તેના પર્યાપ્ત અપર્યાપ્તાની કાયસ્થિતિનું નિરૂપણ છે. સાઈકિય-અનિકિય – ઈન્દ્રિય સહિતના જીવને સઈન્દ્રિય અને ઇન્દ્રિય રહિતના જીવને અનિષ્ક્રિય કહે છે. સાઈજિયની કાયસ્થિતિ - કોઈ પણ જીવનું સંસાર પરિભ્રમણ અનાદિ છે. તેમજ જીવનું સઇન્દ્રિયપણું પણ અનાદિકાલીન છે. જ્યારે તે કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે, ત્યારે તે જીવ અનિન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સિદ્ધાવસ્થામાં અનિષ્ક્રિયપણું અનંતકાલ સુધી રહે છે. તેથી જે જીવ કદાપિ મોક્ષ પ્રાપ્ત કરવાના નથી તેવા અભવી જીવોની અપેક્ષાએ સઇન્દ્રિયની કાયસ્થિતિ અનાદિ અનંત છે અને