________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
[ ૪૩૫ ]
(૩) ઈન્દ્રિય દ્વાર:|१३ सइंदिए णं भंते ! सइंदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सइंदिए दुविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય (ઇન્દ્રિય સહિત) જીવ સઇન્દ્રિય રૂપે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! સઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે – (૧) અનાદિ અનંત અને (૨) અનાદિ સાંત. |१४ एगिदिए णं भंते ! एगिदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं कालं; वणस्सइकालो । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–વનસ્પતિકાલ સુધી એકેન્દ્રિયપણે રહે છે. | १५ बेइंदिए णं भंते ! बेइंदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जं कालं ।एवं तेइंदिय चठरिदिए वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવ બેઈન્દ્રિયપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી બેઇન્દ્રિયપણે રહે છે. આ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની કાયસ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ. |१६ पंचेंदिए णं भंते ! पंचेंदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય કેટલા કાળ સુધી પંચેન્દ્રિયપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક હજાર સાગરોપમથી કાંઈક અધિક કાલ સુધી પંચેન્દ્રિયપણે રહે છે. | १७ अणिदिए णं भंते ! अणिदिएत्ति पुच्छा ? गोयमा ! सादीए अपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનિક્રિય જીવ કેટલા કાળ સુધી અનિક્રિયપણે રહે છે ? ઉત્તર-હે ગૌતમ! અનિન્દ્રિય સાદિ અનંતકાળ સુધી અનિક્રિયપણે રહે છે. | १८ सइंदिय अपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहुत्तं। एवं जाव पंचेंदिय अपज्जत्तए।। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સઇન્દ્રિય અપર્યાપ્ત કેટલા કાળ સુધી સઇન્દ્રિય અપર્યાપ્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી સઇન્દ્રિય અપર્યાપ્તપણે રહે છે. આ જ રીતે એકેન્દ્રિય અપર્યાપ્તથી લઈને પંચેન્દ્રિય અપર્યાપ્ત સુધીના વિષયમાં જાણવું જોઈએ. | १९ सइंदियपज्जत्तए णं भंते ! सइंदियपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય-પર્યાપ્ત કેટલા કાળ સુધી સઇન્દ્રિય પર્યાપ્તપણે રહે છે?