________________
४४०
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
| २९ अकाइए णं भंते ! पुच्छा ? गोयमा ! अकाइए सादीए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અકાયિક જીવ કેટલા કાળ સુધી અકાયિકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! અકાયિક–સિદ્ધ સાદિ અનંતકાલ અકાયિકપણે રહે છે. | ३० सकाइयअपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं जाव तसकाइय अपज्जतए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સકાયિક અપર્યાપ્ત કેટલા કાળ સુધી સકાયિક અપર્યાપ્તપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ! તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ સકાયિક અપર્યાપ્તપણે રહે છે. આ જ રીતે ત્રસકાયિક અપર્યાપ્તા સુધી જાણવું જોઈએ.
३१ सकाइयपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકાયિક પર્યાપ્ત કેટલા કાલ સુધી સકાયિક પર્યાપ્તપણે રહે છે? ઉત્તર–હે ગીતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી સકાયિક પર્યાપ્તપણે રહે છે. | ३२ पुढविक्काइयपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साई । एवं आउकाइए वि ।। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક પર્યાપ્તા કેટલા કાલ સુધી પૃથ્વીકાયિક પર્યાપ્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી પૃથ્વીકાયિક પર્યાપ્તાપણે રહે છે. આ જ રીતે અપ્લાયિક પર્યાપ્તાના વિષયમાં પણ જાણવું જોઈએ. | ३३ तेउक्काइयपज्जत्तए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं राइंदियाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! તેજસ્કાયિક પર્યાપ્તા કેટલા કાળ સુધી તેજસ્કાયિક પર્યાપ્તપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા–અહોરાત્રિ(રાત્રિ-દિવસ) સુધી તેજસ્કાયિક પર્યાપ્તપણે રહે છે.
३४ वाउक्काइयपज्जत्तएणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाई वाससहस्साई । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! વાયુકાયિક પર્યાપ્ત કેટલા કાલ સુધી વાયકાયિક પર્યાપ્તપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી વાયુકાયિક પર્યાપ્તપણે રહે છે. | ३५ वणस्सइकाइयपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साई । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન! વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવો કેટલા કાલ સુધી વનસ્પતિકાયિક પર્યાપ્તપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી વનસ્પતિકાયિક પર્યાપ્તપણે રહે છે.