________________
અઢારમું પદ : કાયસ્થિતિ
દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. દ્રવ્યપ્રાણના દશ પ્રકાર છે– પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ; મન,વચન અને કાયા, આ ત્રણ યોગના ત્રણ પ્રાણ તથા શ્વાસોચ્છ્વાસ પ્રાણ અને આયુષ્ય પ્રાણ. ભાવપ્રાણના ચાર પ્રકાર છે— જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય. સંસારી જીવોમાં આયુષ્ય કર્માનુભવરૂપ પ્રાણ હંમેશાં રહે છે. સંસારી જીવ આયુષ્યકર્મના આધારે જીવી રહ્યો છે તેથી તે જીવ છે અને સિદ્ધનો જીવ દ્રવ્યપ્રાણોથી રહિત હોવા છતાં પણ જ્ઞાનાદિરૂપ ભાવપ્રાણોના સદ્ભાવથી હંમેશાં જીવનપર્યાયથી યુક્ત રહે છે, તેથી તે જીવ કહેવાય છે. આ રીતે જીવની કોઈ પણ અવસ્થામાં તેનું જીવત્વ સર્વકાળભાવી છે.
૪૩૧
(ર) ગતિ દ્વાર :
३ णेरइए णं भंते ! णेरइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणेणं दस वाससहस्साइं, उक्कोसेणं तेत्तीस सागरोवमाइं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નારકી કેટલા કાળ સુધી નારકીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! નારકી જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી નારકીપણે રહે છે.
४ तिरिक्खजोणिए णं भंते ! तिरिक्खजोणिए त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं कालं, अणंताओ उस्सप्पिणिओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगा, असंखेज्जा पोग्गल-परियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो ।
ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! તિર્યંચયોનિક જીવ કેટલા કાળ સુધી તિર્યંચયોનિકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! તિર્યંચયોનિક જીવ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી તિર્યંચપણે રહે છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધી, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલપરાવર્તન સુધી તિર્યંચ-તિર્યંચપણે રહે છે. તે પુદ્ગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ જાણવા જોઈએ.
५ तिरिक्खजोणिणी णं भंते ! तिरिक्खजोणिणी त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोङि-पुहुतअब्भहियाइं । एवं मणूसे वि । मणूसी वि एवं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તિર્યંચાણી કેટલા કાળ સુધી તિર્યંચાણીપણે રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી તિર્યંચાણીપણે રહે છે. આ જ રીતે મનુષ્ય-મનુષ્યાણીની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
६ देवे णं भंते ! देवे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहेव णेरइए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવ કેટલા કાળ સુધી દેવપણે રહે છે ? ઉત્તર− હે ગૌતમ ! નૈયિકોની કાયસ્થિતિ પ્રમાણે જ દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
७ देवी णं भंते ! देवीति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं दस वाससहस्साइं उक्कोसेणं पणपण्णं पलिओवमाई ।