________________
| ૪૩૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!દેવી કેટલા કાળ સુધી દેવીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ સુધી દેવીપણે રહે છે. | ८ सिद्धे णं भंते! सिद्धे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सादीएअपज्जवसिए ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ જીવ કેટલા કાળ સુધી સિદ્ધપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધ જીવની કાયસ્થિતિ સાદિ અનંત કાલની છે. | ९ रइय-अपज्जत्तए णं भंते ! णेरइय-अपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा! जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं जावदेवी अपज्जत्तिया ।। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવનું ! અપર્યાપ્ત નારકી કેટલો કાળ અપર્યાપ્ત નારકીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! અપર્યાપ્ત નારકી જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્ત નારકીપણે રહે છે. આ જ રીતે તિર્યંચ-તિર્યંચાણી, મનુષ્ય-મનુષ્યાણી અને દેવ-દેવીની અપર્યાપ્ત અવસ્થા અંતર્મુહૂર્ત સુધીની હોય છે. | १० णेरइय-पज्जत्तए णं भंते ! णेरइय-पज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं अंतोमुहुतूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત નારકી, પર્યાપ્ત નારકીપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી પર્યાપ્ત નારકીપણે રહે છે. | ११ तिरिक्खजोणियपज्जत्तए णं भंते !तिरिक्खजोणियपज्जत्तए त्तिकालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई अंतोमुहुत्तूणाई । एवं तिरिक्खजोणिणीपज्जत्तिया वि । मणूसे मणूसी वि एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત તિર્યંચ કેટલા કાળ સુધી પર્યાપ્ત તિર્યચપણે રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી પર્યાપ્ત તિર્યચપણે રહે છે. આ જ રીતે પર્યાપ્ત તિર્યંચાણીની કાયસ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ. આ જ રીતે પર્યાપ્ત મનુષ્ય અને મનુષ્યાણીની કાયસ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ. | १२ देवपज्जत्तए जहा णेरइयपज्जत्तए । देविपज्जत्तिया णं भंते ! देविपज्जत्तिय त्ति कालओ केवचिरं होई ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं पणपण्णं पलिओवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ :- પર્યાપ્ત દેવની કાયસ્થિતિના વિષયમાં પર્યાપ્ત નૈરયિકની સમાન જાણવું જોઈએ. પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત જેવી કેટલા કાળ સુધી પર્યાપ્ત દેવીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ સુધી પર્યાપ્ત દેવીપણે રહે છે. વિવેચનઃનારકીની તથા દેવ-દેવીની કાયસ્થિતિ :- નારકી કે દેવ-દેવીની કાયસ્થિતિ એક ભવ આશ્રી જ હોય છે, કારણ કે નરક કે દેવગતિનો જીવ મરીને ફરી નરક કે દેવગતિમાં ઉત્પન્ન થતો નથી. તેથી આ બંને