________________
| અઢાર પદ: કાયસ્થિતિ
૪૨૯
– અઢારમું પદઃ કાયસ્થિતિ7777777777777 પદના વિષય દર્શક બાવીસ દ્વાર :
जीव गइ इंदिय काए, जोए वेए कसाय लेस्सा य । सम्मत्त णाण दंसण, संजय उवओग आहारे ॥१॥ भासग परित्त पज्जत्त, सुहुम सण्णी भवत्थि चरिमे य ।
एएसि तु पयाणं, कायठिई होइ णायव्वा ॥२॥ ભાવાર્થ:- (૧) જીવ (૨) ગતિ (૩) ઇન્દ્રિય (૪) કાય (૫) યોગ (૬) વેદ (૭) કષાય (૮) લેશ્યા (૯) સમ્યકત્વ (૧૦) જ્ઞાન (૧૧) દર્શન (૧૨) સંયત (૧૩) ઉપયોગ (૧૪) આહાર (૧૫) ભાષક (૧૬) પરિત્ત (૧૭) પર્યાપ્ત (૧૮) સૂક્ષ્મ (૧૯) સંજ્ઞી (૨૦) ભવ(સિદ્ધિક) (૨૧) અતિ (રર) ચરમ; આ પદોની કાયસ્થિતિ જાણવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં આ પદના વિષયોના નામ નિર્દેશ છે. તે જીવાદિ બાવીશ દ્વારોના આધારે, કાયસ્થિતિનું વર્ણન છે, તે બાવીસ દ્વારના ૧૯૫ ઉત્તરભેદ થાયછે. કાયસ્થિતિઃ- કાય = પર્યાય, અવસ્થા. પર્યાયના બે પ્રકાર છે– સામાન્ય અને વિશેષ. જીવનું જીવત્વ તે સામાન્ય પર્યાય છે અને નારકત્વ, મનુષ્યત્વ, પંચેન્દ્રિયત્ન આદિ વિવિધ અવસ્થાઓ જીવની વિશેષ પર્યાયઅવસ્થા છે.
જીવની સામાન્ય કે વિશેષ પર્યાય-અવસ્થાની કાલમર્યાદાને કાયસ્થિતિ કહે છે. જીવના જીવત્વ પર્યાયની કાલમર્યાદા, તે જીવની કાયસ્થિતિ છે. જીવના નારકત્વ પર્યાયની કાલમર્યાદા, તે નારક અવસ્થાની કાયસ્થિતિ છે.
એક જ ભવની કાલમર્યાદાને ભવસ્થિતિ કહે છે અને એક જ કાયમાં નિરંતર થતાં એક કે અનેક ભવ સંબંધી કાલમર્યાદાને કાયસ્થિતિ કહે છે. જેમ કે પૃથ્વીકાયની એક ભવની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૨,000 વર્ષની છે. પરંતુ તે પૃથ્વીકાયનો જીવ નિરંતર પૃથ્વીકાયમાં જ અસંખ્યાત જન્મ-મરણ કરે, તો પૃથ્વીકાયની કાયસ્થિતિ અસંખ્યાતકાલની થાય છે. જીવ અસંખ્યાતકાલ પર્યત પૃથ્વીકાય રૂપે રહી શકે છે.
આ રીતે સૂત્રકારે બાવીસ દ્વારના ક્રમશઃ ૧૯૫ ઉત્તરભેદોની કાયસ્થિતિનું કથન કર્યું છે. કાયસ્થિતિ સંબંધી રર કારોના ૧૯૫ ભેદ - દ્વાર ભેદ
વિગત ૧ | જીવ | ૧ | ૧. સમુચ્ચય જીવ ૨ | ગતિ રર | નરક, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવી, આ સાત સમુચ્ચય, સાત અપર્યાપ્ત
અને સાત પર્યાપ્ત, કુલ ૨૧ અને રરમા સિદ્ધ