________________
૪૨૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
અઢારમુંઃ પદ . . . .
| પરિચય છે
. . .
.
આ પદનું નામ કાયસ્થિતિ પદ . કાયસ્થિતિ :- આ પદમાં ‘કાય” નો અર્થ પર્યાય થાય છે. જીવની સામાન્યરૂપ કે વિશેષરૂપ પર્યાયમાં નિરંતર રહેવાની સ્થિતિને કાયસ્થિતિ કહે છે. આ પદમાં ચોવીશ દંડકવર્તી જીવ અને અજીવની પોત-પોતાના પર્યાયમાં નિરંતર રહેવાની કાલમર્યાદાનું નિરૂપણ બાવીસ દ્વારના માધ્યમથી કર્યું છે.
ચોથા સ્થિતિપદમાં ચોવીશ દંડકવર્તી જીવોની ભવસ્થિતિ અર્થાત્ એક ભવની અપેક્ષાએ આયુષ્યની વિચારણા છે, જ્યારે આ પદમાં એક જીવ મરીને વારંવાર તે જ યોનિ કે પર્યાયમાં જન્મ ધારણ કરે, કાલ વ્યતીત કરે, તો તે બધા ભવોના આયુષ્યનો અથવા તે પર્યાયની કાલમર્યાદાનો કુલ સરવાળો છે, તેને કાયસ્થિતિ કહેવાય છે. (૧) જીવ દ્વાર– જીવનું અસ્તિત્વ સર્વકાળમાં છે, તેથી તેની કાયસ્થિતિ શાશ્વતકાલની છે. (૨) ગતિ દ્વાર– ચારે ય ગતિઓના સ્ત્રી-પુરુષ રૂપ પર્યાયની કાલાવસ્થિતિની વિચારણા છે. (૩) ઇકિય દ્વાર– સઇન્દ્રિય, અનિન્દ્રિય તથા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોની સ્વ-સ્વપર્યાયમાં કાલાવસ્થિતિની વિચારણા છે.
આ રીતે રર દ્વારમાં ૧૯૫ પ્રકારે ક્રમશઃ કાયસ્થિતિનું નિરૂપણ છે.