________________
| સત્તરમું પદ લેગ્યાઃ ઉદ્દેશક
[ ૪૨૭ ]
अकम्मभूमयकण्हलेस्सं गभंजणेज्जा? हंता गोयमा ! जणेज्जा, णवरं चउसु लेसासु सोलस आलावगा । एवं अंतरदीवगा वि । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી અકર્મભૂમિજ મનુષ્ય કૃષ્ણલેશી અકર્મભૂમિ સ્ત્રીથી કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે?
ઉત્તર- હા ગૌતમ! તે ઉત્પન્ન કરે છે. વિશેષતા એ છે કે તેમાં ચાર વેશ્યાથી સંબંધિત કુલ સોળ આલાપક થાય છે. આ જ પ્રમાણે(અકર્મભૂમિજની જેમ) કૃષ્ણલેશી અંતરદ્વીપજ સ્ત્રીથી અંતરદ્વીપજ કૃષ્ણાદિ વેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિ સંબંધી સોળ આલાપક થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં માતા-પિતાની અને ગર્ભસ્થ જીવની વેશ્યા સંબંધી સ્વતંત્રતાનું નિરૂપણ છે.
માતા-પિતાનો કે ગર્ભસ્થ બાળકનો આત્મા સ્વતંત્ર હોવાથી તત્સંબંધી લેશ્યા પણ સ્વતંત્ર હોય છે. તેથી કૃષ્ણલેશી મનુષ્ય છ લશ્યામાંથી કોઈ પણ લેશ્યાવાળા બાળકને જન્મ આપી શકે છે. આ જ રીતે છએ વેશ્યા- વાળી મનુષ્યાણી છએ વેશ્યાવાળા ગર્ભને ધારણ કરે છે. તેથી કૃષ્ણલેશ્યાથી છ વેશ્યાવાળા ગર્ભ ઉત્પન્ન થવાથી તેના છ આલાપક થાય છે. શેષ નીલાદિ વેશ્યાઓના પણ છ-છ આલાપક થવાથી (૬૪૬ = ૩૬) છત્રીશ વિકલ્પ થાય છે llll તે જ રીતે કૃષ્ણાદિ છ એ વેશ્યાવાળી સ્ત્રીઓમાંથી પ્રત્યેક લેશ્યાવાળી સ્ત્રીથી પ્રત્યેક વેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિ સંબંધી છત્રીશ આલાપક થાય છે. રી કૃષ્ણાદિ લેશ્યાવાળા પુરુષ દ્વારા કૃષ્ણાદિ વેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણાદિ લેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિ સંબંધી પણ છત્રીશ આલાપક છે. llll
અકર્મભૂમિજ, અંતરદ્વીપજ મનુષ્યોને પ્રથમ ચાર લેશ્યા હોય છે અને ત્યાં ઉત્પન્ન થતાં ગર્ભને પણ ચાર લેશ્યા હોય છે. તેથી તેના ગર્ભની ઉત્પત્તિ સંબંધી ૧-૧૬ (સોળ-સોળ) આલાપક થાય છે.
|| છઠ્ઠો ઉદ્દેશક સંપૂર્ણ
છે સત્તરમું પદ સંપૂર્ણ