________________
| સત્તરમું પદ: લેહ્યાઃ ઉદ્દેશક-૫
[ ૪૨૩ ]
કહ્યું છે કે યાવત શુક્લલેશ્યા, પડ્યૂલેશ્યાને પામી તેના સ્વરૂપે પરિણમતી નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક વેશ્યા બીજી વેશ્યાને પામીને તેના સ્વરૂપે પરિણત થવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
ઉદેશકે-૪માં મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોની અપેક્ષાએ લેશ્યા પરિણમનના સિદ્ધાંતનું પ્રતિપાદન છે અને આ ઉદ્દેશકમાં દેવતા અને નારકીઓની અપેક્ષાએ અન્ય લેશ્યાદ્રવ્યનો સંયોગ થવા છતાં વેશ્યા પરિણમનનો નિષેધ કર્યો છે. દેવ અને નારક પોતાના પૂર્વભવગત અંતિમ અંતર્મુહૂર્તથી લઈ આગામી ભવના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી તે જ લેશ્યામાં અવસ્થિત રહે છે. તેથી દેવો અને નારકીઓની લેશ્યામાં કૃષ્ણાદિ અન્ય વેશ્યાઓનાં દ્રવ્યોનો સંપર્ક થવા છતાં પણ તે પરસ્પર પરિણમન પામતી નથી. નારકી અને દેવોમાં દ્રવ્યલેશ્યા અવસ્થિત હોય છે, ભાવલેશ્યામાં પરિવર્તન થઈ શકે છે.
કૃષ્ણલેશ્યા દ્રવ્યો સાથે નીલલેશ્યા દ્રવ્યનો સંયોગ થાય, ત્યારે કૃષ્ણલેશ્યાના દ્રવ્યો પર નીલલેશ્યાની છાયા-ઝલક માત્ર પડે છે, તેથી તે નીલલેશ્યા જેવી લાગે છે. જેમ દર્પણ આદિમાં પ્રતિબિંબ પડે ત્યારે દર્પણાદિ તે વસ્તુરૂપે પ્રતીત થાય છે. તે જ રીતે કૃષ્ણલેશ્યા સાથે નીકલેશ્યાનો સંયોગ થાય ત્યારે કૃષ્ણલેશ્યાના દ્રવ્યો પર નીલલેશ્યાનાં દ્રવ્યોનું પ્રતિબિંબ પડે છે, ત્યારે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા રૂપે પ્રતિબિંબિત થાય છે, પરંતુ તે નીલલેશ્યા રૂપે પરિણત થતી નથી. જેમ દર્પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેનામાં પ્રતિબિંબિત થનાર વસ્તુરૂપે તે પરિણમન પામતું નથી. તેમ કૃષ્ણલેશ્યા પર નીલલેશ્યાનું પ્રતિબિંબ પડતા તે નીલલેશ્યા જેવી જણાય છે, પરંતુ વાસ્તવમાં નીલલેશ્યરૂપે પરિણમતી નથી. ચોથા ઉદ્દેશકમાં દહીંના સંયોગે દૂધ દહીં રૂપે પરિણમે છે; તે દષ્ટાંત દ્વારા મનુષ્ય અને તિર્યંચની વેશ્યાનું પરિણમન ઘટિત કર્યું છે. વૈદુર્યમણિમાં લાલ વગેરે રંગના દોરાના સંયોગે તે મણિ લાલ રંગને પ્રાપ્ત કરતો નથી પણ લાલ પ્રતીત થાય છે; આ દષ્ટાંત દ્વારા પ્રસ્તુત ઉદ્દેશકમાં દેવતા-નારકીના લેશ્યા અપરિણમનનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બને ઉદ્દેશકોમાં નારક-દેવ કે તિર્યચ-મનુષ્યનો ઉલ્લેખ નથી તો પણ અર્થપત્તિથી તે પ્રમાણે સમજી શકાય છે. તલ્ય ગાથા કરૂફ - ઉત્કર્ષને પામે છે.અશુભ લેશ્યાના દ્રવ્યોને શુભલેશ્યા દ્રવ્યનો સંયોગ થાય ત્યારે શુભલેશ્યાના પ્રભાવે આંશિક રીતે ઉત્કર્ષ શ્રેષ્ઠતાને પામે છે, તેથી શુભ રૂપે પ્રતીત થાય છે. કૃષ્ણલેશ્યા દ્રવ્યોને નીલલેશ્યા, કાપોતલેશ્યા આદિ કોઈ પણ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય ત્યારે નીલાદિ લેશ્યા દ્રવ્યો કૃષ્ણલેશ્યા દ્રવ્યોથી શુભ હોવાથી કૃષ્ણલેશ્યા આંશિક રૂપે શુભ પ્રતીત થાય છે. તલ્થ ગયા ઓ ફ - અપકર્ષને, હિનભાવને પામે છે. શુભલેશ્યા દ્રવ્યોને અશુભલેશ્યા દ્રવ્યનો સંયોગ થાય ત્યારે અશુભલેશ્યાના પ્રભાવે તે આંશિક રીતે અપકર્ષ-હીનતા પામે છે તેથી અશુભ રૂપે પ્રતીત થાય છે. શુક્લલેશ્યા દ્રવ્યોને પાલેશ્યા, તેજોલેશ્યા આદિ કોઈ પણ લેશ્યા દ્રવ્યનો સંયોગ થાય ત્યારે પા આદિ લેશ્યા દ્રવ્યો સુલેશ્યાથી અશુભ હોવાથી શુક્લલેશ્યા આંશિક રૂપે અશુભ પ્રતીત થાય છે.
આ રીતે છએ વેશ્યાઓ પરસ્પરના સંયોગમાં ઉત્કર્ષ કે અપકર્ષને પામે છે.
છે પાંચમો ઉદ્દેશક સંપૂર્ણ