________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૪
[ ૪૧૫]
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યાના કેટલા પ્રદેશો હોય છે? ઉત્તરહે ગૌતમ! કૃષ્ણલેશ્યાના અનંત પ્રદેશો હોય છે. આ જ પ્રમાણે નીલલેશ્યાથી શુક્લલેશ્યા સુધીના અનંત પ્રદેશો હોય છે. વિવેચનઃ
- કૃષ્ણલેશ્યા આદિ છએ દ્રવ્યલેશ્યા યોગ્ય પુદ્ગલો, અનંતપ્રદેશી જ હોય છે. કારણ કે જીવગ્રાહ્ય પ્રત્યેક વર્ગણાઓ અનંતપ્રદેશી હોય છે. (૧ર) લેણ્યા-અવગાઢ પ્રદેશઃ| २७ कण्हलेस्सा णं भंते ! कइपएसोगाढा पण्णत्ता ? गोयमा ! असंखेज्जपएसोगाढा पण्णत्ता। एवं जाव सुक्कलेस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા આકાશપ્રદેશોમાં અવગાઢ હોય છે ? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશ્યા અસંખ્યાત આકાશ પ્રદેશોમાં અવગાઢ છે. આ જ પ્રમાણે શુક્લલેશ્યા સુધીની છએ લેશ્યા અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે. વિવેચન :
જીવગ્રાહ્ય પ્રત્યેક અનંતપ્રદેશી વર્ગણાઓ અસંખ્યપ્રદેશાવગાઢ જ હોય છે.તેથી લેણ્યા યોગ્ય પ્રત્યેક વર્ગણાઓ અસંખ્યપ્રદેશાવગાઢ હોય છે અને છએ વેશ્યાની અનંતાનંત વર્ગણાઓ પણ અસંખ્યપ્રદેશાવગાઢ જ હોય છે કારણ કે લોકાકાશના અસંખ્ય પ્રદેશ જ છે. (૧૩) લેશ્યા વર્ગણા - | २८ कण्हलेस्साए णं भंते ! केवइयाओ वग्गणाओ पण्णत्ताओ?
गोयमा ! अणंताओ वग्गणाओ पण्णत्ताओ । एवं जाव सुक्कलेस्साए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વર્ગણાઓ હોય છે?
ઉત્તર– હે ગૌતમ! અનંત વર્ગણાઓ હોય છે. આ જ રીતે શક્યુલેશ્યા સુધીની છએ વેશ્યાની અનંત વર્ગણાઓ હોય છે. વિવેચનઃ
ઔદારિક શરીર યોગ્ય પરમાણુઓના સમૂહને ઔદારિક વર્ગણા કહે છે. તે જ રીતે કૃષ્ણલેશ્યા યોગ્ય પરમાણુઓના સમૂહને કૃષ્ણલેશ્યા વર્ગણા કહે છે. તે છએ વેશ્યા યોગ્ય પુદ્ગલ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ભિન્ન ભિન્ન હોવાથી છએ વેશ્યાની વર્ગણા પણ ભિન્ન હોય છે. વર્ષાદિની તરતમતાથી પ્રત્યેક વેશ્યાની અનંત અનંત વર્ગણાઓ હોય છે. (૧૪) વેશ્યા સ્થાનઃ| २९ केवइया णं भंते ! कण्हलेस्साठाणा पण्णत्ता ? गोयमा ! असंखेज्जा कण्हलेस्साठाणा पण्णत्ता । एवं जाव सुक्कलेस्साए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યાના સ્થાન–તરતમતારૂપ ભેદ કેટલા છે? ઉત્તર- હે